ડૂબતા બાળકોને બચાવનાર પોલીસ કર્મીઓનું કંડલામાં ખાસ સન્માન કરાયું

ડૂબતા બાળકોને બચાવનાર પોલીસ  કર્મીઓનું કંડલામાં ખાસ સન્માન કરાયું
ગાંધીધામ, તા. 10 : બંદરીય શહેર કંડલાના મુસ્લિમ સમાજ દ્વારા તાજેતરમાં દરિયાનાં પાણીમાં ડૂબતા બાળકોને બચાવનારા બે પોલીસ કર્મચારી સહિત નિવૃત્ત?ફોજદાર અને સેવાકીય કાર્ય કરનારા પૂર્વ પ્રજાકીય પ્રતિનિધિને સન્માનિત કરવાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ સમારોહ દરમ્યાન કંડલા વિસ્તારમાં છેલ્લા છ?મહિનાથી સામાજિક-રાજકીય સેવાકાર્યો કરનારા પૂર્વ સાંસદ પૂનમબેન જાટનું કંડલા પોલીસ મથકના નિવૃત્ત?થયેલા પી.આઇ.  એસ.બી. ઝાલા અને બે મહિના પૂર્વે દરિયાઇ પાણીમાં ડૂબતા બાળકોને બચાવનારા સલીમ ઇશાક મંગવાણાનું અને સાલે ઇલિયાસ બાપડાનું મુસ્લિમ સમાજ દ્વારા સન્માન કરાયું હતું. પૂર્વ સાંસદ પૂનમબેન જાટે સન્માન બદલ મુસ્લિમ સમાજનો આભાર માની જણાવ્યું હતું કે, આ સન્માન હું ક્યારેય નહીં ભૂલું. આ સન્માનનું ઋણ કંડલા શહેરમાં સામાજિક સેવાકાર્યો તેમજ રાજકીય કાર્યો કરી ચૂકવવાની નેમ વ્યક્ત કરી હતી. કંડલા શહેરના કોઇપણ પ્રશ્નોનો ઉકેલ લાવવા નાગરિકોને વચન આપ્યું હતું. તુણા ગામના સરપંચ શામજી આહીર, વેલજી જાટ, પી.આઇ. શ્રી ઝાલાએ પ્રાસંગિક પ્રવચન કર્યાં હતાં. આ વેળાએ આઇ.બી. પી.આઇ. શ્રી સુથાર, મુસ્લિમ સમાજના અગ્રણી મામદ નિગામરા, મુસ્લિમ સમાજના ઉપપ્રમુખ?સુલેમાન પરીટ, હનીફ હાજી, આદમ ચાયણ, મામદ સાયેચા, મહાદેવ મંદિરના મહંત કૈલાસપુરી બાપુ, ઓપેક કંપનીના ત્રિલોક જાડેજા, દશરથસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer