ધ્રાંગધ્રાની દેશળ ભગતની જગ્યા પર કચ્છી દાતા દ્વારા ગૌશાળા બનશે

ધ્રાંગધ્રાની દેશળ ભગતની જગ્યા પર કચ્છી દાતા દ્વારા ગૌશાળા બનશે
રાપર, તા.10: મૂળ તાલુકાના સણવા ગામના સંત શ્રી દેશળ ભગતની ધ્રાંગધ્રામાં આવેલી પૌરાણિક જગ્યામાં નવી ગૌશાળાનું ખાતમુહૂર્ત કરાયું હતું.  આ ગૌશાળાના તમામ ખર્ચ અંદાજિત 18 લાખ રૂપિયાનું દાન મૂળ થોરિયારીના હાલે વલસાડ સ્થિત દાતા ખીમજીભાઈ હરિભાઈ ચાવડા રાજપૂત દ્વારા આપવામાં આવ્યું છે.આ પ્રસંગે ગુજરાતના અનેક જિલ્લામાંથી મહાનુભાવો આવી પહોંચ્યા હતા. જેમાં વાગડ જૈન સમાજના અગ્રણી ધરમશીભાઈ ચાંપશીભાઈ છેડા મુખ્ય મહેમાનપદે હાજર રહ્યા હતા. આ ઉપરાંત પ્રાણભાઈ ગોહિલ, ઈશ્વરભાઈ ચાવડા, વિજયસિંહ ચૌહાણ, અશોકભાઈ કેશોદ, બાલસિંહ રાઠોડ, મૂળુભા પરમાર, ડો. સોનાજી ચૌહાણ, ભરતભાઈ રાઠોડ, ધૂળાજી પરમાર, રવજીભાઈ રાઠોડ, ગોપાલભાઈ ચૌહાણ, બબાભાઈ રાઠોડ, હરિભાઈ રાઠોડ, કનુભાઈ ચૌહાણ, કિશોર રાઠોડ, ભાવેશ ખંઢેરિયા, મંગલજી ડોડિયા, ખેંગારભાઈ ડોડિયા, વાલજીભાઈ, જીવણભાઈ હાજર રહ્યા હતા. ગૌશાળાના દાતા ખીમજીભાઈ હરિભાઈ ચાવડા ગરુ પૂર્ણિમા સુધી કામ પૂર્ણ કરી સંસ્થાને સુપરત કરશે. આ સ્થળે અન્નક્ષેત્ર અને છાશ કેન્દ્ર વિનામૂલ્યે ચાલે છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer