કચ્છી ભાષાને સાચવવા અને ઊંચા ધ્યેય રાખવા છાત્રોને હાકલ

કચ્છી ભાષાને સાચવવા અને  ઊંચા ધ્યેય રાખવા છાત્રોને હાકલ
ગોધરા (તા. માંડવી), તા. 10 : અહીંની કુમાર શાળામાં વી.આર.ટી.આઇ. અને કચ્છી સાહિત્ય કલાસંઘ?પ્રેરિત કારાયલ અમરત ઓચ્છવ કચ્છી વાંચન બેઠક યોજવામાં આવી હતી. `કચ્છી મેં બોલો, લખો અને વિચારયો' આ વિચારનું મહત્ત્વ સમજાવતાં અધ્યક્ષસ્થાનેથી ગામની વિકાસ સમિતિના પ્રમુખ અરવિંદભાઇ જોષીએ કચ્છી ભાષાના મહત્ત્વના પાસાઓ વિશે બાળકોને જીવનમાં ખૂબ ઊંચા ધ્યેયો જોવા અને તેને મેળવવા તળિયાથી મહેનત કરીને સમાજને ઉપયોગી થવા હાકલ કરી હતી. 40 વિદ્યાર્થીઓએ કચ્છી વાંચન પર્વમાં ભાગ લીધો હતો જેમાં પ્રથમ ત્રણ?ક્રમાંકે ઉત્તીર્ણ થનાર ગઢવી નીતિન રામ, ચાકી મુખ્તાર કાદર, ગોર કિશન મોહન, સરસિયા વિરમ મનજીને શ્રી જોષી તરફથી ઇનામો આપવામાં આવ્યાં હતાં. આ સમયે શાળાને એક શિક્ષકની ઘટ હોવાની માંગ થતાં તરત જ તેમણે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ હસ્તે મંજુલાબેન ચંદ્રકાંત મોતા તરફથી કુમાર શાળાને 12 મહિના માટે માનદ્ શિક્ષક આપવાની જાહેરાત કરી હતી. હાજી મામદ સુલેમાન સીદીના સહયોગથી ખીંયશી ખીમજી નાગડા પરિવાર તરફથી ગોધરા કન્યા?શાળાને પૂર્ણ સમયના માનદ્ શિક્ષક મળવા બદલ આભારની લાગણી વ્યક્ત કરાઇ હતી. શાળા વતી કાંતિભાઇ વાદી અને ગિરીશભાઇ પરમારે આવકાર્યા હતા. વાંચન પર્વમાં ભાગ લીધેલા તમામ વિદ્યાર્થીઓને કચ્છી સાહિત્ય કલા સંઘ?તરફથી પ્રમાણપત્રો તથા કચ્છી હિન્દી પાઠાવલિ એનાયત કરવામાં આવ્યા હતા. કચ્છી જાણ પરીક્ષામાં પાસ થયેલા તમામને પ્રમાણપત્રો આપવામાં આવ્યાં હતાં. કુમાર શાળાના સ્ટાફે સહયોગ આપ્યો હતો. સંચાલન શાળાના આચાર્ય સતારભાઇ મારાએ કર્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer