ઇંગ્લેન્ડ-ક્રોએશિયા વચ્ચે આજે બીજી સેમિફાઇનલ

મોસ્કો, તા. 10 : ખિતાબની પ્રબળ દાવેદાર તરીકે ઊભરી આવેલી ઇંંગ્લેન્ડની ટીમ અને અપસેટની માહિર ટીમ ક્રોએશિયા વચ્ચે બુધવારે ફૂટબોલ વિશ્વ કપની ફાઇનલમાં પહોંચવા માટેની કાંટે કી ટક્કર થશે. સેમિફાઇનલના આ મુકાબલામાં બન્ને ટીમનું પલડું સમતોલ માનવામાં આવી રહ્યંy છે. ઇંગ્લેન્ડ અને ક્રોએશિયા વચ્ચે આ પહેલા 8 વખત આમનો-સામનો થયો છે. જેમાં ઇંગ્લેન્ડનો હાથ ઉપર રહ્યો છે. તેનો ચાર મેચમાં વિજય થયો છે. જ્યારે ક્રોએશિયાને બે મેચમાં જીત મળી છે. એક મુકાબલો ડ્રો રહ્યો હતો. વિશ્વ કપની સેમિફાઇનલમાં આંકડાની રમત નહીં મેદાની રમત વધુ મહત્ત્વની હોય છે. આથી ક્રોએશિયા વધુ એક અપસેટ કરી શકે છે. જો કે, ઇંગ્લેન્ડ પણ તેની આક્રમક રમતથી 1966 બાદ ફરી ફાઇનલમાં પહોંચવાનો વિશ્વાસ ધરાવે છે. વર્તમાન વર્લ્ડ કપમાં ક્રોએશિયા અજેય રહીને અહીં પહોંચ્યું છે. જો કે, તેને પાછલી મેચમાં રશિયા સામે પેનલ્ટી શૂટઆઉટમાં જીત મળી હતી. બીજી તરફ ઇંગ્લેન્ડની ટીમને ગ્રુપ સ્ટેજમાં બેલ્જિયમ સામે હાર સહન કરવી પડી હતી. ક્રોએશિયાની તાકાત : આ ટીમની તાકાત તેના મિડફિલ્ડરો છે. કોચ લુકા મેડ્રિડની ટીમ વર્લ્ડ કપના કઠિન ગ્રુપમાં હતી. છતાં મિડફિલ્ડની તાકાતથી અજેય રહી છે. ઇવાન રેકિટિચ વર્લ્ડ ક્લાસ મિડફિલ્ડર છે. તેના સાથમાં માર્સેલો છે. જે કોઇ પણ ટીમને ભારે પડી શકે છે. તેનું ફોર્મેશન 4-2-3-1 છે.  નબળાઇ : મજબૂત મિડફિલ્ડને ડિફેન્સની પણ મદદ મળે છે પણ ક્રોએશિયાની નબળાઇ ખેલાડીઓના વધુ પડતા ક્રોસ આપવા છે. ક્વાર્ટર ફાઇનલમાં તેના 2પ ટકા ક્રોસ જ સાચા રહ્યા હતા. ફોરવર્ડ લાઇન પણ ડી એરિયામાં ઘૂસ્યા બાદ ગૂંચવાઇ જતી જોવા મળે છે. ઇંગ્લેન્ડની તાકાત : આ ટીમની તાકાત વેરાઇટી અને એટેક છે. ઇંગ્લેન્ડ જીત માટે નવો રસ્તો શોધી લે છે. મોર્ડન સિસ્ટમ અને એકજૂટતા તેનો એડવાન્ટેજ છે. ઇંગ્લેન્ડના એટેકિંગ યુનિટને વર્લ્ડ કપનું શ્રેષ્ઠ માનવામાં આવી રહ્યંy છે. તેનો સુકાની હેરી કેન પ ગોલ સાથે ગોલ્ડન બૂટની રેસમાં આગળ ચાલી રહ્યો છે. તેના ખેલાડીઓ બોલ પર નિયંત્રણ રાખવામાં ચપળ છે. વધુ પાસ કરીને ડિફેન્સને મજબૂત કરે છે. નબળાઇ : આ વખતના વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડના મોટાભાગના ગોલ સેટ પીસેજ અને પેનલ્ટીથી થયા છે. તેની સૌથી મોટી નબળાઇ ઓપન પ્લે ગોલ ન કરી શકવા છે. તેણે આ વખતે ફક્ત બે જ ઓપન પ્લે ગોલ કર્યા છે. જે હેરી કેન અને જો લિંગાર્ડે કર્યા છે. ઇંગ્લેન્ડનું ડિફેન્સ ભૂલ કરે છે. કાઇલના હેન્ડ બોલથી ટયુનિશિયાને પેનલ્ટી મળી હતી. ડિફેન્સની નબળાઇ ઇંગ્લેન્ડને ભારે પડી શકે છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer