નાદાલ સાત વર્ષ બાદ વિમ્બલ્ડનની ક્વાર્ટર ફાઈનલમાં

લંડન તા.10: બે વખતનો ચેમ્પિયન અને બીજા ક્રમનો ખેલાડી સ્પેનનો રાફેલ નાદાલ ઝેક ગણરાજયના જિરી વેલ્સેને હાર આપીને સાત વર્ષ બાદ વિમ્બલ્ડનની કવાર્ટર ફાઇનલમાં પહોંચ્યો છે. નાદાલ છેલ્લે 2011માં વિમ્બલ્ડનના અંતિમ આઠ રાઉન્ડમાં પહોંચ્યો હતો. નાદાલે પ્રિકવાર્ટરમાં વેસ્લેને 6-3, 6-3 અને 6-4થી હાર આપી હતી. બીજી તરફ ત્રણ વખતનો ચેમ્પિયન સર્બિયાનો સ્ટાર નોવાક જોકોવિચ પણ કવાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે. જોકોવિચે રશિયાના ખેલાડી કારેન કાચાનોવને 6-4, 6-2 અને 6-2થી હાર આપી હતી. જોકોવિચ આ સાથે 10મી વખત વિમ્બલ્ડનની કવાર્ટર ફાઇનલમાં પહોંચ્યો છે, આ મામલે તેનાથી આગળ બોરિસ બેકર (11) અને જિમી કોનર્સ (14) છે.  મહિલા વિભાગમાં પૂર્વ નંબર વન અને માતૃત્વ બાદ વાપસી કરનાર અમેરિકાની સેરેના વિલિયમ્સે પણ કવાર્ટર ફાઇનલમાં આગેકૂચ કરી છે. 23 વખતની ગ્રાંડસ્લેમ વિજેતા સેરેનાએ ચોથા રાઉન્ડમાં રશિયાની ઇવિજની રોડિનાને  6-2 અને 6-2થી હાર આપી હતી.ડબલ્સમાં ભારતનો દિવિજ શરણ કવાર્ટરમાં : ભારતનો દિવિજ શરણ અને ન્યુઝીલેન્ડના તેના જોડીદાર અર્ટેમ સિટાક મેન્સ ડબલ્સમાં કવાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે. આ જોડીનો ઇઝરાયેલના જોનાથન એલિચ અને પોલેન્ડના મેટકોવસ્કી સામે 1-6, 6-7, 6-4, 6-4 અને 6-4થી રસાકસી બાદ વિજય થયો હતો. 12મા ક્રમની મહિલા ખેલાડી જેલેના એસ્ટાપેન્કો વિમ્બલ્ડનના સેમિ ફાઇનલમાં પહોંચનારી લાતિવિયાની પહેલી ખેલાડી બની છે. એસ્ટાપેન્કોએ ક્વાર્ટર ફાઇનલમાં સ્લોવોકિયાની વિશ્વ નંબર 33 ડોમિનિકા ચિબુલકોવા સામે 7-પ અને 6-4થી જીત મેળવી હતી. 11મા ક્રમની જર્મનીની એન્જેલિકા કર્બરે પણ સેમિમાં સ્થાન જમાવ્યું છે. તેણે રશિયાની દિયારા સામે 6-3 અને 7-પથી જીત મેળવી હતી. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer