ડિગ્રી મામલે હરમનપ્રિત કૌરનું ડીએસપી પદ છીનવાયું

નવી દિલ્હી, તા. 10 : મહિલા ટી-20 ટીમની કેપ્ટન હરમનપ્રિત કૌરનું ડીએસપીનું પદ પંજાબ પોલીસે છીનવી લીધું છે. હવે હરમનપ્રિતને કોન્સ્ટેબલની નોકરી જ મળી શકે છે. તપાસમાં તેની સ્નાતકની ડિગ્રી નકલી નીકળી છે. પંજાબ પોલીસ તેના પર છેતરપિંડીનો પણ કેસ કરી શકે છે. રિપોર્ટ અનુસાર હરમનપ્રિત કૌરને કેન્દ્ર સરકાર તરફથી મળેલ અર્જુન એવોર્ડ પણ પાછો લેવામાં આવી શકે છે. હરમનપ્રિતની સિધ્ધિઓને ધ્યાને લઇને પંજાબ પોલીસે તેણીને 1 માર્ચ 2018ના ડીએસપીની નોકરી આપી હતી.  હરમનપ્રિતે નોકરી વખતે ચૌધરી ચરણસિંઘ યુનિ. મેરઠની સ્નાતકની ડિગ્રી જમા કરાવી હતી. જે નકલી નીકળી છે. તે ફકત ધો. 12 સુધી જ કવોલીફાઇ છે. આથી તેને ડીએસપીની રેન્ક મળી શકે નહીં. મહિલા વર્લ્ડ કપ બાદ હરમનપ્રિત રેલવેની નોકરી છોડીને પંજાબ પોલીસમાં જોડાઇ હતી. બીજી તરફ હરમનપ્રિત કૌરના મેનેજરનો દાવો છે કે ડિગ્રિ અસલી છે. રેલવેમાં પણ આ જ ડિગ્રી જમા કરાવી હતી.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer