જમીનના કેસમાં માધાપરની હાઇસ્કૂલના આચાર્ય જેલહવાલે

ભુજ, તા. 10 : તાલુકાના દાહીંસરા ગામે આવેલી વાડીની જમીન ખોટા પાવરનામા અને દસ્તાવેજ થકી ઓળવી જવાના કિસ્સામાં ધરપકડ કરાયેલા તાલુકાના માધાપર ગામની એમ.એસ.વી. હાઇસ્કૂલના આચાર્ય જયંત પાઠકને આજે જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં મોકલી અપાયા હતા.  માનકૂવા પોલીસ મથકમાં આ પ્રકરણનો ગુનો ચાર આરોપી સામે વર્ષ 2016માં દાખલ થયા બાદ પ્રથમ આરોપીના રૂપમાં જયંતપાઠકની ધરપકડ કરાઇ હતી. પોલીસે આરોપીના ત્રણ દિનના રિમાન્ડ પણ મેળવ્યા હતા. આજે રિમાન્ડની અવધિ પૂર્ણ થયા બાદ આરોપીને પુન: કોર્ટ સમક્ષ રજૂ કરાતાં પોલીસે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer