ગળપાદરની કિશોરીનો ફોટો અપલોડ કરનાર યુવક જબ્બે

ગાંધીધામ, તા. 10 : તાલુકાના ગળપાદરની એક કિશોરીના ફોટા પાડી તેની મરજી વિરુદ્ધ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કરનારા એક યુવકની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, શહેરના મહેશ્વરીનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેનારો સમીર મુસ્તાક અંસારી નામનો યુવાન મેઘપર બોરીચી બાજુ એક લગ્ન પ્રસંગે ગયો હતો. જ્યાં એક કિશોરીનો તેણે ફોટો પાડયો હતો. આ કિશોરીની પરવાનગી વગર તેની ગુપ્તતા અને ગોપનિયતાનો ભંગ કરી આ યુવાને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર કિશોરીનો ફોટો અપલોડ કર્યો હતો. આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ આ યુવકની પોલીસે અટક કરી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer