ભીમાસરની સીમમાં અજ્ઞાત યુવાનની લાશ મળી આવી : માથામાં ઈજાના નિશાન

ગાંધીધામ, તા. 10 : અંજાર તાલુકાનાં ભીમાસર ગામની સીમમાં અજ્ઞાત યુવાનની લાશ મળી આવી હોવાનો બનાવ બહાર આવ્યો છે. આ બનાવ અપમૃત્યુનો છે કે હત્યાનો તે કારણ જાણવા પોલીસે તપાસ આદરી છે.પોલીસના સત્તાવાર સાધનો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ ભીમાસર નજીક પૂર્વાંચલ લાકડાંના બેન્સા પાસે ખુલ્લામાં અંદાજે 25થી 30 વર્ષનો અજાણ્યો યુવાન મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ અંગે વરસાણાના પ્રદીપસિંહ હેતુભા જાડેજાએ પોલીસને જાણ કરી હતી. હતભાગી યુવાનને માથામાં ઈજાના નિશાન મળી આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. લાશને પોસ્ટમોર્ટમ માટે જામનગર મોકલવામાં આવી છે. આ બનાવમાં હત્યાની આશંકા સેવાઈ રહી છે, પરંતુ પી.એમ. રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કારણ જાણી શકાશે. હાલતુરંત પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ પી.એસ.આઈ. જે.જે. જાડેજાએ હાથ ધરી છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer