કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચાના 18 જેટલા પદાધિકારીની વરણી

ભુજ, તા. 10 : જિલ્લા ભાજપ મહિલા મોરચાના અઢાર જેટલા હોદ્દેદારોની વરણીની યાદી જાહેર કરાઇ હતી. જેમાં છ ઉપપ્રમુખ, બે મહામંત્રી, સાત મંત્રી, ખજાનચી અને મીડિયા સેલનો સમાવેશ થાય છે. જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઇ પટેલે કરેલી વરણી મુજબ ઉપપ્રમુખપદે ગીતાબેન ગણાત્રા (ગાંધીધામ), બિંદિયાબેન મેહુલભાઇ ઠક્કર (ભુજ), કલ્પનાબેન સોની (નખત્રાણા), રેખાબેન પ્રજાપતિ (રાપર), પૂજાબેન વિજયભાઇ ઘેલાણી (ભુજ), હેતલબેન વિમલ મહેતા (ભુજ), મહામંત્રીપદે રેશ્માબેન જીતુભાઇ ઝવેરી (ભુજ), શીતલબેન છાંગા (ભચાઉ), મંત્રી તરીકે ભાવનાબેન રૂપારેલ (અંજાર), ઉષાબેન રવીન્દ્રસિંઘ સોઢી (પપ્પીબેન) (આદિપુર), રમીલાબેન ભૂપેન્દ્રભાઇ પટેલ (વર્માનગર, લખપત), રસીલાબેન ચંદ્રકાન્ત (ભચાઉ), માનસીબેન મહેતા (અબડાસા), સલમાબેન અમીન મોગલ (ભુજ), ધનવંતીબેન ગરવા (માંડવી), ખજાનચી તરીકે વિમળાબેન દિનેશ જબુઆણી (ભુજ), ઉપરાંત મીડિયા સેલમાં જૈનીબેન છેડા (માંડવી), હસ્મિતાબેન ગોર (ભુજ)નો સમાવેશ થાય છે તેવું યાદીમાં જણાવાયું છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer