મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના વિશે મહત્ત્વની બેઠકમાં ચર્ચા હાથ ધરાઇ

ભુજ, તા. 10 : મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત કચ્છ જિલ્લાના અગ્રણી 100 જેટલા એકમો તથા સરકાર / સહકાર વિભાગના મહત્ત્વના દશ વિભાગોના જિલ્લા અમલીકરણ અધિકારીઓ સાથે જિલ્લામાં ચાલુ વર્ષે 10,000 કરતાં વધુ યુવાનો એપ્રેન્ટિસ તાલીમમાં જોડાય તે હેતુથી જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન અને રોજગાર અને તાલીમ નિયામક ગાંધીનગરના અધ્યક્ષસ્થાને ચેમ્બર ઓફ કોમર્સ ગાંધીધામ ખાતે મહત્ત્વની બેઠક યોજાઇ હતી. કલેક્ટર દ્વારા તમામ સંલગ્ન તંત્રના સંયુક્ત પ્રચાર-પ્રસારથી સ્થાનિક યુવાનો આ યોજનામાં જોડાય તે માટે અપીલ કરવામાં આવી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી રાકેશ વ્યાસને જિલ્લાની વિવિધ?શાળાઓના છેલ્લા બે વર્ષના ધો. 10 અને ધો. 12ના નાપાસ વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરી આપવા જણાવવામાં આવ્યું હતું. એપ્રેન્ટિસ યોજનામાં ધો. 8થી વધુ લાયકાત ધરાવતા તમામ પ્રકારના લાયકાતવાળા ઉમેદવારો જોડાઇ શકે છે. તાલીમની સાથે રૂા. 6000થી વધુ રકમનું સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે. આઇ.ટી.આઇ. / ડિપ્લોમા / ડિગ્રી ઉમેદવારો પણ જોડાઇ?શકે છે. તાલીમ પૂર્ણ થયે રાષ્ટ્રીય પ્રમાણપત્ર આપવામાં આવે છે. વધુમાં ટૂંક સમયમાં ભરતી મેળાઓ આઇ.ટી.આઇ. ખાતે યોજાશે અને એપ્રેન્ટિસ યોજનામાં જોડાવા માટે નજીકની આઇ.ટી.આઇ. કચેરીનો સંપર્ક સાધવો તેવું આચાર્ય આઇ.ટી.આઇ. ભુજની યાદીમાં જણાવાયું છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer