કોઠારામાં જુગારના દરોડામાં બે પકડાયા, અન્ય ત્રણ છૂ

ભુજ, તા. 10 : અબડાસાનાં કોઠારા ગામે બસ સ્ટેન્ડ પછવાડે જંગી વિસ્તારમાં સ્થાનિક પોલીસે પાડેલા દરોડામાં બે ખેલી જુગાર રમતા પકડાયા હતા. જ્યારે અન્ય ત્રણ નાસી ગયા હતા. સત્તાવાર સાધનોએ આપેલી માહિતી મુજબ આ પ્રકરણમાં કોઠારા ગામના ગફ્yર મામદ સિધિક ભુકેરા અને પૈયાના તખુભા વેશલજી સોઢાની ગંજીપાના વડે જુગાર રમવાના આરોપસર રૂા. 4940 રોકડા તથા બાઇક અને બે મોબાઇલ ફોન સાથે ધરપકડ કરાઇ હતી. જ્યારે આમરવાંઢનો બાવલા કાસમ કેર, કોઠારાનો સુલેમાન ઇબ્રાહીમ સોતા અને કડુલીનો વિક્રમાસિંહ જાડેજા નામના અન્ય ત્રણ તહોમતદાર દરોડા સમયે નાસી ગયા હતા.  આરોપીઓ સામે હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્ર માણશીં ગઢવીએ ગુનો દાખલ  કરાવ્યો હતો.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer