નાડાપાની જમીનના મામલામાં દાવો અને સ્ટેની અરજી રદ

ભુજ, તા. 10 : તાલુકાના નાડાપા ગામે સર્વે નંબર 233/1 ખાતે આવેલી ખેતીની જમીન બાબતે મનાઇહુકમ મળવા સાથે કરાયેલો દાવો અદાલતે નામંજૂર કરતો આદેશ કર્યો હતો.  આ પ્રકરણમાં સુમરાસર (શેખ) ગામના લક્ષ્મણ ભીમજી મેરિયા દ્વારા લખીબેન રવાભાઇ વાણિયા તથા અન્ય ખરીદનારાઓ સામે આ દાવો કર્યો હતો. કેસના ચાર પ્રતિવાદી પૈકી વિનોદભાઇ પી. સોલંકીએ આ દાવાને પડકાર્યો હતો. ભુજના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ દ્વારા પ્રતિવાદીની માગણી ગ્રાહ્ય રાખતો ચુકાદો અપાયો હતો. આ કેસમાં શ્રી સોલંકીના વકીલ તરીકે સચિન મહેન્દ્રભાઇ ગોર સાથે નિમેષ જે. પૂજારા અને અનિષ એ. સુમરા રહ્યા હતા.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer