નવી ઇ.પી.એફ. પેન્શન યોજના ગુજરાતમાં અમલી બનાવવા માંગ

ભુજ, તા. 10 : દેશભરમાં 1972 પછી અને 16-11-1995થી અમલી બનેલી ઇ.પી.એફ. નવી પેન્શન યોજનાનો ગુજરાતમાં અમલ કરાવવા ગુજરાત વિદ્યુત બોર્ડ નિવૃત્ત કર્મચારી મંડળે વડાપ્રધાન કક્ષાએ રજૂઆત કરી છે. મંડળના પ્રમુખ જનાર્દન વી. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ઇ.પી.એફ. પેન્શન યોજના અંતર્ગત બોર્ડ/નિગમના કર્મચારીઓને સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર અને શ્રમ અને રોજગાર મંત્રાલયના હુકમ તા. 16-3-2017 અનુસાર કર્મચારી પેન્શન યોજનામાં સમય પર જાહેર વ્યાજ લાગુ કરવાની મંજૂરી અપાઇ છે. તે મુજબ  અન્ય રાજ્યોમાં અમલ પણ થઇ ગયો છે. અલબત્ત 16 મહિનાથી ગુજરાત રાજ્યમાં અમલ શા માટે કરવામાં આવતો નથી તે અંગે વિદ્યુત બોર્ડ નિવૃત્ત કર્મી મંડળે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, શ્રમ અને રોજગાર મંત્રી સંતોષ ગંગવાર, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહને રજૂઆત   કરી છે.આ પ્રશ્ને સાંસદ વિનોદભાઇ ચાવડાએ પણ લોકસભામાં અસરકારક રજૂઆત કરી છે. હવે નવા પરિપત્રના અમલ સિવાય કોઇ વિકલ્પ નથી. આ ઇ.પી.એફ. પેન્શન અત્યારે રૂા. 800થી 2500 જેટલું નજીવું ચૂકવાય છે. તેની સામે નવી પેન્શન યોજનામાં બેઝિક અને મોંઘવારી આંક પ્રમાણે 58 વર્ષ થયા ત્યારથી લાગુ કરવામાં આવી છે અને દર વર્ષે મોંઘવારીના આંક મુજબ હવે પેન્શન સુધારા વધારાની ફોર્મ્યુલા અમલમાં આવશે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer