માંડવી ચેમ્બર હિંમત હાર્યા વગર નીરણ નાખવાનું ચાલુ રાખશે

માંડવી, તા. 10 : કચ્છમાં વરસાદ મોકલનાર વરુણ દેવ રૂઠયા છે ત્યારે માંડવી ચેમ્બરની સતત છઠ્ઠા વર્ષે લીલા ચારા નીરણ પ્રોજેકટની બે મહિનાની મુદત વટાઇ ગઇ, છતાં હિંમત હાર્યા વગર ગાયમાતાને લીલો ચારો પહોંચાડવાના પ્રયત્નો ચાલુ રહેશે.આ અંગે માંડવીના ચેમ્બર પ્રમુખ વાડીલાલ દોશી, ઉ.પ. પારસ શાહ, માનદમંત્રી નરેન્દ્ર સુરુ, કોષાધ્યક્ષ ચંદ્રસેન કોટક, પ્રો. ચેરમેન નવીનભાઇ બોરીચા, મહેશભાઇ શાહ, દિનુભાઇ કોટક, અરવિંદભાઇ શાહ, નાનાલાલ દોશી, જેન્તીભાઇ શાહ વેગરે ટ્રસ્ટીઓના જણાવ્યા મુજબ માંડવી ચેમ્બર આ વર્ષે લીલો ચારો ગાયોને નીરવાનું ચાલુ રાખશે. હવે જ્યારે વરસાદ લંબાઇ ગયો, વરુણદેવને રીઝવવા માટે અને મહાજનો જીવદયાને પોતાની કુળદેવી માને છે એવી ગાયમાતાને આગામી 25 જુલાઇ સુધી નીરણ કરશું, કચ્છમાં લીલો ચારો મળવાનો બંધ થયો છતાં અમારા પ્રયત્નો  ચાલુ છે. ચેમ્બરના આગેવાનોના જણાવ્યા અનુસાર ગત 2016ની સાલની માફક ગાંધીનગર તથા અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાંથી 16 પૈડાંવાળી મોટી ટ્રકમાં 450 મણ લીલો ચારો જેની કિંમત અંદાજિત રોજિંદી 70 હજાર રૂપિયાથી વધારે થાય તેવી ગાડી મંગાવીને પણ વરસાદ આવે ત્યાં સુધી નીરણ ચાલુ રાખવાની પૂરી ગણતરી છે. દાતાઓના સહકારથી હજી 10 લાખ રૂપિયા ગાયમાતા માટે ખર્ચવાની ચેમ્બરે તૈયારી બતાવી છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer