ખાલી બેઠકોમાં પ્રવેશની તક : કચ્છ યુનિ.નું પોર્ટલ 18મીના ખુલ્લું મુકાશે

ભુજ, તા. 10 : કચ્છ યુનિવર્સિટી દ્વારા ચાલતી પ્રવેશપ્રક્રિયા અંતિમ તબક્કે છે. હવે વધુ એક તકમાં આગામી તા. 18/7ના ઓનલાઇન પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે. આ પહેલાં છાત્રોને ખાલી બેઠકો હોય તેવી કોલેજોનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. યુનિ.ની યાદી મુજબ યુનિ. સંલગ્ન અનુસ્નાતક ભવનો અને કોલેજોમાં જ્યાં બેઠકો ખાલી હોય ત્યાં વિદ્યાર્થીએ પ્રવેશ?અંગેની અરજી તથા જરૂરી પ્રમાણપત્રો સાથે જે તે કોલેજનો સંપર્ક કરવાનો રહેશે. તા. 18ના યુનિ. દ્વારા વેબસાઇટમાં એડમિશન ખુલ્લું થશે, ત્યારે પ્રવેશની પ્રક્રિયા કરવાની રહેશે. ત્યારબાદ વિદ્યાર્થીની આવેલી કોઇપણ પ્રકારની અરજીને ધ્યાને લેવામાં આવશે નહીં. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer