`જિલ્લા પંચાયત આપનાં દ્વારે''થી પ્રશ્નો સાંભળશું

`જિલ્લા પંચાયત આપનાં દ્વારે''થી  પ્રશ્નો સાંભળશું
ભુજ, તા. 20 : જિલ્લા પંચાયત કચ્છના આગામી અઢી વર્ષ માટેના સુકાની લક્ષ્મણસિંહ અલજી સોઢાએ બિનહરીફ ચૂંટાયા બાદ સન્માન પ્રસંગે જણાવ્યું કે, પ્રમુખ તરીકે તેમની પ્રાથમિકતા ટીમનું સંકલન કરી `જિલ્લા પંચાયત આપના દ્વારે' સૂત્ર અંતર્ગત તાલુકે તાલુકે જઇ?ગ્રામ્ય પ્રશ્નો સાંભળશું. તેમણે ઉમેર્યું કે કૌશલ્યાબેન માધાપરિયાની ટીમ દ્વારા પ્રયાસો કર્યા છતાં ખાલી રહેલી આરોગ્ય, શિક્ષણની જગ્યાઓ ભરવા રાજ્ય સરકાર અમારી છે ત્યારે પૂરતા પ્રયત્નો હાથ ધરાશે. નવનિયુક્ત ઉપપ્રમુખ નિયતિબેન કે. પોકારે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઇ?રૂપાણીની સરકારે શરૂ?કરેલી વિકાસગાથાને અવિરત ચાલુ રાખશું. બંનેએ પક્ષના પ્રદેશ અને જિલ્લા સંગઠને મૂકેલા વિશ્વાસને સાર્થક કરાશે તેવું ઉમેર્યું હતું. આરંભમાં સભાગૃહ ખાતે મળેલી સામાન્ય સભાના અધ્યાસી અધિકારી તરીકે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું કે, પ્રમુખપદ માટે એકમાત્ર?દાવેદાર અને હરીફ?ન હોવાથી ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ સોઢા લક્ષ્મણસિંહ અલજીને અઢી વર્ષ માટે ચૂંટાયેલા જાહેર કરું છું તે જ રીતે ઉપપ્રમુખપદે નિયતિબેન કે. પોકારને જાહેર કરી ચૂંટણીની કાર્યવાહી અને ખાસ સભાને પૂર્ણ જાહેર કરી હતી. ઇન્ચાર્જ ડી.ડી.ઓ. શ્રી જોશીએ ચૂંટણીની સભાનો આરંભ કરાવ્યો હતો. 24મા પ્રમુખ તરીકે તા. 22 જૂને પ્રમુખનો પદભાર સંભાળનારા શ્રી સોઢા અને ઉપપ્રમુખ શ્રીમતી પોકારનું પ્રમુખની ચેમ્બરમાં પ્રમુખ?કૌશલ્યાબેન માધાપરિયા, માંડવીના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, ભાજપના જિલ્લા મહામંત્રી વલમજી હુંબલ, શૈલેન્દ્રસિંહ જાડેજા, અંબાવીભાઇ વાવિયા, વિપક્ષી નેતા વી. કે. હુંબલ, ઉપનેતા કિશોરસિંહ જાડેજા, દંડક તકીશા સૈયદ, જિ.પં.ની સમિતિના ચેરમેનો નવીનભાઇ?ઝરૂ, છાયાબેન ગઢવી, નરેશભાઇ?મહેશ્વરી, હરિભાઇ?જાટિયા, ભીમજીભાઇ?જોધાણી, ભાવનાબા જાડેજા, રસીલાબેન બારી તેમજ અરવિંદ પીંડોરિયા સહિત સત્તા પક્ષ અને વિપક્ષના સભ્યો, નાયબ ડી.ડી.ઓ. એ. એમ. વાણિયા, ડો. કે. જી. બ્રહ્મક્ષત્રી સહિતના અધિકારી-કર્મચારી, સામાજિક અગ્રણીઓ અને શુભેચ્છકોએ સન્માન કર્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer