રાપર તા.પં. વિકાસમાં થશે સૌથી આગળ

રાપર તા.પં. વિકાસમાં થશે સૌથી આગળ
રાપર, તા. 20 : રાપર સૌથી આગળ થશે તેવું આજે રાપર તાલુકા પંચાયતના પ્રમુખપદે વરાયેલા હરખીબેન વાઘાણીએ જણાવ્યું હતું. તો ઉપપ્રમુખ હમીરસિંહ સોઢાએ `સૌનો સાથ સૌનો વિકાસ' સૂત્રને સાર્થક કરવાનો કોલ આપ્યો હતો. સામાન્ય સભામાં અધ્યાસી અધિકારી મામલતદાર શ્રી પ્રજાપતિએ ચૂંટણી પ્રક્રિયાનો આરંભ કરતાં પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ જાહેર કર્યા હતા. પ્રમુખ-ઉપપ્રમુખની વરણી બાદ અગ્રણીઓ વિકાસ રાજગોર, ડોલરરાય ગોર, હઠુભા સોઢા, કાનજી ગોહિલ, મોહન બારડ, અરવિંદસિંહ જાડેજા, રામજી સોલંકી, રાજુભા જાડેજા, નશાભાઇ દૈયા, બબીબેન સોલંકી, અજિતસિંહ જાડેજા, બળવંત ઠક્કર, રમેશભાઇ સિયારિયા, અનોપસિંહ વાઘેલા, જમુભા જાડેજા, લાલમામદ રાયમા, ભીમજીભાઇ પરમાર, ઉમિયાશંકર મઢવી, દેવરાજ પટેલ, દેવાભાઇ ભરવાડ, પી. જે. ઠાકોર, વર્ધાજી સોઢા, રમેશભાઇ, ભગાભાઇ આહીર, સવાઇસિંહ સોઢા વિગેરેએ શુભેચ્છા વ્યક્ત કરી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer