વધુ ને વધુ લોકો ગુજરાતી ફિલ્મ જુએ

વધુ ને વધુ લોકો ગુજરાતી ફિલ્મ જુએ
ભુજ, તા. 20 : આ શુક્રવારે એટલે કે 22/6ના ગુજરાત-મુંબઇ સહિત કુલ્લ 125 ક્રીન પર રિલીઝ થનારી કચ્છી નિર્માતા નિશાંત વાસુદેવ ઠક્કરની યશરાજવીર સ્ટુડિયો બેનર હેઠળની પહેલી ફિલ્મ `છૂટી જશે છક્કા' વિશે નિર્માતા અને મુખ્ય કલાકારોએ એક પત્રકાર પરિષદમાં વધુ ને વધુ લોકો ગુજરાતી ફિલ્મ જુએ તો જ આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ફાયદો થાય એવું જણાવી વિવિધ વિગતો આપી હતી.ફિલ્મમાં સચિન ઠક્કરનું પાત્ર ભજવતા સૌરભ રાજ્યગુરુએ ફિલ્મ વિશે જાણકારી આપવાનો આરંભ કરતાં કહ્યું કે અત્યારે ગુજરાતી ફિલ્મોદ્યોગ જે રીતે વિકસિત થઇ રહ્યો છે તેમાં લોકોનો ફાળો મોટો છે. કચ્છી નિર્માતાની આ પહેલી ફિલ્મમાં  સટ્ટો પણ પહેલીવાર સિલ્વર ક્રીન પર દેખાડાશે એવું કહેતાં તેમણે ઉમેર્યું હતું કે, આ ફિલ્મમાં દર્શકો સાથે કનેક્ટિવિટીનું ખાસ ધ્યાન રખાયું છે. ફિલ્મના અન્ય અભિનેતા ભરત ચાવડાએ જેમ મરાઠી, દક્ષિણ કે ભોજપુરી ફિલ્મોને ત્યાંના લોકો હિન્દી-અંગ્રેજી કરતાં પહેલી જોવાનો આગ્રહ રાખે છે તેવી રીતે જ ગુજરાતી ફિલ્મ માટે પણ થવું જોઇએ એવી સ્પષ્ટ વાત ઉચ્ચારી હતી. તેમણે નવી રિલીઝ થનારી ફિલ્મ વિશે વધુ વિગતો આપતાં કચ્છમાં શા માટે શૂટિંગ ન થવાનું કારણ જણાવ્યું હતું. તેમના કહેવા મુજબ આ ફિલ્મ ભાવનગર અને અમદાવાદમાં શૂટ કરાઇ છે. કેમ કે એને ક્રીપ્ટની માંગ મુજબના લોકેશન્સ જરૂરી હતા. જો કે તેમણે કચ્છની હકારાત્મકતાને બિરદાવી હતી. અભિનેત્રી જાનકી ખોડીવાલએ પણ આ ફિલ્મમાં પોતાનો અલગ જ રોલ હોવાની વાત કરતાં કહ્યું કે, આ ફિલ્મ નાના બાળકથી માંડીને તમામ લોકોને પસંદ પડે એવી છે. આ પત્રકાર પરિષદમાં પહેલીવાર ગુજરાતી ફિલ્મના નિર્માણમાં ઝંપલાવનાર નિશાંત વાસુદેવભાઇ ઠક્કર, યશરાજવીર સ્ટુડિયોના જિગર કોટકે સૌને આવકાર્યા હતા. દત્તુ ત્રિવેદીએ સહયોગ આપ્યો હતો. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer