શિક્ષિત વ્યક્તિ ઉજ્જવળ ભારતનું નિર્માણ કરી શકે

શિક્ષિત વ્યક્તિ ઉજ્જવળ ભારતનું નિર્માણ કરી શકે
ભુજ, તા. 20 :  અહીં કચ્છ જિલ્લા યુવક કોંગ્રેસના ઉપક્રમે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના જન્મદિને જિલ્લામાં ધોરણ-10 તથા 12માં ઉચ્ચ ગુણાંક સાથે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા શિક્ષણ થકી જ ઉજ્જવળ ભારતનું નિર્માણ શકય છે, એવો સૂર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ડો. આંબેડકર હોલ, ભુજ ખાતે જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ રમેશભાઇ મહેશ્વરીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમના પ્રારંભમાં દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશભાઇ મહેશ્વરીએ સન્માનિત થનારા વિદ્યાર્થીઓને શિક્ષિત બની રાષ્ટ્રના નિર્માણમાં ભાગીદાર થવા હાકલ કરી હતી. જિલ્લા પંચાયત વિપક્ષી નેતા વી. કે. હુંબલે  વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવી ઉજ્જવળ કારકિર્દી નિર્માણ માટે શીખ આપી હતી. યુવક કોંગ્રેસ પ્રમુખ રમેશ મહેશ્વરીએ તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરતાં કહ્યું હતું કે, સખત પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી ત્યારે કારકિર્દીમાં સફળતાની શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે પ્રદેશ યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, કચ્છના પ્રભારી આદિત્ય ઝુલા તથા દિલાવરસિંહ વાઘેલા, યુવા કોંગ્રેસ પ્રદેશ મંત્રી દીપકભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ભાટી, હરિભાઇ આહીર, કિશોરસિંહ જાડેજા સહિતનાઓએ પ્રાસંગિક પ્રવચન કર્યાં હતાં. ભુજ વિધાનસભાના પ્રમુખ આર.એલ. આહીર, અંજારના અલ્પેશ દરજી, રાપરના સહદેવસિંહ જાડેજા, ગાંધીધામના મુસ્તાક સોઢા, મુંદરાના વિપુલસિંહ જાડેજા તથા જિલ્લા મહામંત્રી ઉંમરભાઇ સમા, વિજયસિંહ જાડેજા, હનીફ જત, અકીલ સમા, કચ્છ જિલ્લા એન.એસ.યુ.આઇ. પ્રમુખ રવિ ડાંગર, રમેશ ગરવા, અસરફ સૈયદ, રફીક મારા, આદિલ સમા, માનસી શાહ, પુષ્પાબેન વાઘેલા, હરેશ આહીર, દશરથસિંહ ખાગોરત, ઇલિયાસ ઘાંચી, અંજલિ ગોર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન અબડાસા યૂથ કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લા પંચાયત સભ્ય હઠુભા જાડેજા તથા આભારવિધિ મહામંત્રી વિક્રમસિંહ જાડેજાએ કરી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer