નરા વાડી વિસ્તારની સગીરા કન્યાના અપહરણની ફોજદારી

ભુજ, તા. 20 : લખપત તાલુકાના નરા ગામના વાડી વિસ્તારમાં રહેતી સગીર વયની કન્યાનું અપહરણ થવા વિશે પોલીસ ફરિયાદ લખાવાઇ છે. પોલીસે આપેલી માહિતી મુજબ, કન્યાના પિતાએ આ મામલે ગુરુજિત-ઉર્ફે ગોલો હિંમતાસિંહ રાયશીખ સામે અપહરણની ફરિયાદ દાખલ કરાવી હતી. નખત્રાણા વિભાગના સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એલ. મહેતાએ કેસની તપાસ હાથ ધરી છે.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer