મારામારીના કેસનો ભાગેડુ આરોપી બે વર્ષે પકડાયો

ભુજ, તા. 20 : શહેર બી. ડિવિઝન પોલીસ મથકમાં દાખલ થયેલા મારામારી વિશેના કેસમાં છેલ્લાં બે વર્ષથી નાસતા ફરતા તહોમતદાર તાલુકાના માધાપર ગામે રામનગરીમાં રહેતા રામજી હીરજી-ઉર્ફે બુધા ગરવાને પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાની પેરોલ ફરલો સ્ક્વોડે પકડી પાડયો હતો.  વર્ષ 2016માં મારામારીનો આ કેસ નોંધાયા બાદ પોલીસથી ભાગતો ફરતો આ તહોમતદાર શહેરની ભાગોળે માધાપર હાઇવે ઉપર નળવાળા ચકરાવા નજીક હોવાની બાતમી મળ્યા બાદ પેરોલ ફરલો સ્ક્લોડે ત્યાં ધસી જઇને તેને પકડી પાડયો હતો. આ પછી તેને બી. ડિવિઝન પોલીસને સુપરત કરાયો હતો.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer