શિણાયમાં ધાણી ફેરવતા ત્રણ શખ્સ ઝડપાયા

ગાંધીધામ, તા. 20 : તાલુકાના શિણાય ગામમાં બસ સ્ટેન્ડ પાસે ધાણી પાસા વડે જુગટું ખેલતા ત્રણ?શખ્સોની અટક કરી પોલીસે રોકડા રૂા. 4000 જપ્ત કર્યા હતા. શિણાય ગામના બસ સ્ટેન્ડ પાસે ગત મોડી રાત્રે 2 વાગ્યાના અરસામાં જુગટું ખેલતા પ્રેમજી કુલદીપજી ઠક્કર, દિલીપ કેશવજી હડિયા, જયેશ પ્રાગજી જૈન નામના શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. જુગાર રમતા આ શખ્સો પાસેથી રોકડા રૂા. 4000 હસ્તગત કરવામાં આવ્યા હતા. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer