વડોદરાનો લાપતા બનેલો સગીર ભુજમાંથી શોધીને પોલીસે ઘેર પહોંચાડયો

ભુજ, તા. 20 : વડોદરા શહેર ખાતેથી લાપતા બનેલા સગીર વયના છોકરાને ભુજમાંથી શોધી કાઢીને પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાની ગુનાશોધક શાખાએ તેને તેના ઘરે પહોંચાડયો હતો. આ બાળક વિશે વડોદરાના બાપોદ પોલીસ મથકમાં ગુમનોંધ થઇ હતી. આ છોકરો ભુજમાં રેલવે મથક નજીક ચાની હોટલ પાસે હોવાની બાતમીના આધારે એલ.સી.બી.એ ત્યાં જઇ તેનો કબ્જો લીધો હતો. આ પછી વડોદરાના નાયબ પોલીસ અધીક્ષક સાથે સંપર્કમાં રહી તેના વાલીઓનો સંપર્ક સાધ્યો હતો. સગીર વયનો આ છોકરો વિજ્ઞાન પ્રવાહ અને નવા-નવા પ્રોજેક્ટ બનાવવામાં રસ ધરાવે છે. નવમા ધોરણના અભ્યાસમાં આ બાબતો આવતી ન હોવાથી અભ્યાસમાં રસ ન લાગતાં તે ઘરેથી નીકળી મુંબઇ થઇને ભુજ પહોંચ્યો હતો તેમ પોલીસે જણાવ્યું હતું.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer