વરસામેડી પાસે બાવળની ઝાડીમાં ચાલતું જુગારધામ ઝડપાયું

ગાંધીધામ, તા. 20 : અંજાર તાલુકાના વરસામેડી ગામની સીમમાં બાગેશ્રી સોસાયટી નં. 1 પાછળ બાવળની જાડીમાં ત્રાટકી એલ.સી.બી.એ 8 શખ્સોને જુગાર ખેલતા ઝડપી પાડયા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડા રૂા. 1,39,100 કબ્જે કરવામાં આવ્યા હતા. વરસામેડીની બાગેશ્રી સોસાયટી નં. 1ની પાછળ બાવળની જાડીઓમાં ગ્રાહકોને બોલાવી રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુભા જાડેજા નામનો શખ્સ જુગાર રમાડતો હોવાની બાતમી  પોલીસને મળી હતી. મળેલી આ પૂર્વ બાતમીના આધારે એલ.સી.બી. આ ઝાડીઓમાં ત્રાટકી હતી અને ધાણીપાસાનો જુગાર ખેલતા મનીષ જયસુખલાલ સોની, ઇન્દ્રજિતસિંઘ મોહનસિંઘ શીખ, ઓસમાણ ઉમર ગાધ, જયેશ કિશોર લુહાર, સામજી જીવા ડાંગર, દીપક અમૃતલાલ સોની, રાજુ દિનેશચંદ્ર પરમાર અને જુગાર રમાડનાર રાજેન્દ્રસિંહ જાડેજા નામના શખ્સોને દબોચી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડા રૂા. 1,39,000 હસ્તગત કરાયા હતા. આ શખ્સો અંજાર, આદિપુરના રહેવાસીઓ છે. દરોડાની કામગીરી કરવા ગયેલી એલ.સી.બી.ની ટીમને કાંટા વાગતાં સામાન્ય ઇજાઓ પણ થઇ હતી.   

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer