ભુજમાં હથિયાર પરવાના નિયમના ભંગ બદલ ગનમેન સામે કાર્યવાહી

ભુજ, તા. 20 : શહેરમાં હથિયાર પરવાનાની શરતોના નિયમના ભંગ બદલ મૂળ અબડાસાના ત્રંબૌ ગામના અને હાલે ભુજ રહેતા કિરીટાસિંહ દશુભા જાડેજા સામે હથિયાર ધારા તળે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઇ છે. શહેરમાં આત્મારામ ચકરાવા નજીક આઇ.સી.આઇ.સી.આઇ. બેંક ખાતે ગનમેન તરીકે ફરજ બજાવતા કિરીટાસિંહ જાડેજાએ તેની પાસેના પરવાનાવાળા હથિયારની જિલ્લા કલેક્ટર સમક્ષ નોંધ ન કરાવી હોવાથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે તેની સામે આ કાર્યવાહી કરી હતી. આરોપીની બંદૂક અને કારતૂસ કબ્જે કરી તેને બી. ડિવિઝન પોલીસને સોંપાયો હતો. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer