વિંઝાણમાં લોખંડના પાઇપથી હુમલો કરાતાં યુવાન ઘવાયો

ભુજ, તા. 20 : અબડાસાના વિંઝાણ ગામે રસ્તા ઉપર દબાણ કરવાની ના પાડવાના મામલે લોખંડના પાઇપ વડે ચાર શખ્સે કરેલા હુમલામાં ગામના અશરફ નૂરમામદ ખત્રી (ઉ.વ. 35)ને માથા, પગ, આંખ અને છાતીમાં ગંભીર ઇજાઓ થઇ હતી.  વિંઝાણ ગામના હોળી ચોકમાં ગતરાત્રે બનેલી આ ઘટનામાં હુમલો કરનારા તરીકે ગામના હકૂમતાસિંહ પ્રાગજી જાડેજા, મૂલચંદ બુદ્ધુ ભટ્ટી, બબુડો પ્રવીણાસિંહ જાડેજા અને ચેતન ભાનુશાલીનાં નામ પોલીસ સમક્ષ લખાવાયાં છે.  ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, રસ્તા ઉપર દબાણ કરવાની ભોગ બનનારા અશરફે ના પાડતાં તે વિશે અંટસ રાખીને તેના ઉપર આ હુમલો કરાયો હતો.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer