પર્યાવરણ-સ્વાસ્થ્ય જાગૃતિ માટે સાયકલથોન

ભુજ, તા. 20 : સ્વાસ્થ્ય જાળવવા-સુધારવા અને પર્યાવરણ બચાવવા સાયકલિંગથી શ્રેષ્ઠ કોઇ?વિકલ્પ નથી ત્યારે ગયા વર્ષની સફળતા બાદ પહેલી જુલાઇએ ડોક્ટર્સ ડે અને સી.એ.?ડેના ભુજ બાઇસિકલ ક્લબ, લાયન્સ ક્લબ ઓફ ભુજ તથા ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન-ભુજ, ધ?ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ?ઇન્ડિયા દ્વારા મીડિયા પાર્ટનર કચ્છમિત્ર સાથે સાયક્લોત્સવ-2018નું એટલે કે સાયકલ મેરેથોનનું આયોજન કરાયું છે. 11, 22 અને 50 કિ.મી. એમ ત્રણ કેટેગરીમાં આયોજન છે. આ મેરેથોનમાં રજિસ્ટ્રેશન જરૂરી છે. 10 વર્ષથી વધુ ઉંમરના કોઇપણ ભાગ લઇ?શકશે. 10થી 15 વર્ષના બાળકો માટે રજિસ્ટ્રેશન ચાર્જ નથી. મેરેથોનને  11 કિ.મી., 22 કિ.મી. અને 50 કિ.મી.ની ત્રણ?કેટેગરીમાં રાખવામાં આવી છે. 10 કિ.મી. અંતર એક કલાકમાં પૂર્ણ કરવાનું રહેશે?(મિની મેરેથોન). સવારે 6.15 કલાકે રિપોર્ટિંગ અને 7 વાગ્યે સ્ટાર્ટ થશે. ભુજ ટાઉનહોલથી મુંદરા રોડ-કોવઇનગરથી રિટર્ન-ભુજ ટાઉનહોલ પરત થઇને પૂર્ણ થશે. 22 કિ.મી. બે કલાકમાં પૂર્ણ કરવાનું રહેશે. (હાફ?મેરેથોન) જેમાં સવારે 5.45 કલાકે રિપોર્ટિંગ અને 6.15 વાગ્યે સ્ટાર્ટ. ભુજ ટાઉનહોલથી-માંડવી રોડ-માવજી તલાવડી-ભુજ રોડથી-ભુજ ટાઉનહોલ ખાતે પૂર્ણ થશે. 50 કિ.મી. ત્રણ કલાકમાં પૂર્ણ કરવાનું રહેશે. (ફુલ મેરેથોન) જેમાં સવારે 5.15 કલાકે રિપોર્ટિંગ અને 5.45 વાગ્યે સ્ટાર્ટ. ભુજ?ટાઉનહોલથી-માંડવી રોડ-દહીંસરા-ભુજ રોડ-ભુજ ટાઉનહોલ પરત થઇને પૂર્ણ થશે. લાયન્સ હોલ, હોસ્પિટલ રોડ, ભુજ ખાતે ફોર્મ મળશે. આ ઉપરાંત રજિસ્ટ્રેશન ફોર્મ માટે લાયન્સ ક્લબ ઓફ?ભુજના સેક્રેટરી લાયન જિજ્ઞેશ?શાહ-98258 95495, ભુજ બાઇસિકલ ક્લબના સિનિયર સભ્ય જમીર ચોથાણી-94264 99702, સી.એ. હેમેન ફુરિયા-98793 79801, માધાપર માટે લાયન અનુપ કોટક-97230 80800નો સંપર્ક કરવો. રજિસ્ટ્રેશન માટે છેલ્લી તારીખ?28/6 છે. આ વખતે નાના બાળકોને પણ આ સાયકલ મેરેથોનમાં સામેલ કરવામાં આવેલ છે. તો દરેક શાળાઓ, હાઇસ્કૂલો કે કોલેજના વિદ્યાર્થીઓ પણ ગ્રુપ રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આ સમગ્ર આયોજન માટે લાયન્સ ક્લબના પ્રેસિડેન્ટ લાયન ડો. અભિનવ કોટક, સેક્રેટરી લાયન જિજ્ઞેશ?શાહ, પી.આર.ઓ. લાયન અભય શાહ, પ્રોજેક્ટ ચેરમેન લાયન શૈલેન્દ્ર રાવલ, લાયન અનુપ કોટક, બી.બી.સી. ગ્રુપના ડો. દેવાનંદ પરમાર, જમીર ચોથાણી, સી.એ. એસોસિયેશનના ચેરમેન સી.એ. દર્શન ખંડોલ, સી.એ. હેમેન ફુરિયા, ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનમાંથી ડો. નરેન્દ્ર હીરાણી, ડો. શૈલેન્દ્ર રાઠોડ, ડો. ક્રિપાલસિંહ જાડેજા વગેરે સફળતા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. આ ઇવેન્ટમાં નેશનલ સાયકલ સર્વિસ તરફથી લાયન્સ ક્લબ ઓફ?ભુજને સહયોગ મળશે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer