પ્રાદેશિક કમિશનરની ઓચિંતીમુલાકાતથી ભુજ સુધરાઇમાં ગુસપુસ

ભુજ, તા. 20 : રાજકોટથી પ્રાદેશિક કમિશનરે ભુજ સુધરાઇની વિવિધ શાખાઓની મુલાકાત લઇ  શહેરમાં વરસાદી પાણી નિકાલનું તથા અરિહંતનગર ખાતે ઓવરહેડ ટેન્કનું નિરીક્ષણ કરતાં ચર્ચા ફેલાઇ હતી.  સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર આજે પ્રાદેશિક કમિશનર ગૌરાંગ મકવાણાએ ભુજ સુધરાઇની સરપ્રાઇઝ વિઝિટ લીધી હતી. તેમણે અલગ-અલગ શાખાઓની મુલાકાત લઇ કામગીરી નિહાળી હતી. આ ઉપરાંત મુખ્ય અધિકારી સાથે ભુજમાં ચાલતા વરસાદી પાણી નિકાલના કામનું નિરીક્ષણ કરી ત્યારબાદ અરિહંતનગર ખાતેની ઓવરહેડ ટેન્ક પણ નિહાળી હતી.  અચાનક જ આવેલા કમિશનરને પગલે કચેરીમાં ગુસપુસ શરૂ થઇ ગઇ હતી પણ કોઇ માટિંગ કે અન્ય ચર્ચા ન થતાં તેમની મુલાકાતનું સ્પષ્ટ કારણ જાણી નહોતું શકાયું. આ મુલાકાતની સાથોસાથ અહીં ફરજ બજાવી ચૂકેલા પૂર્વ મુખ્ય અધિકારી પણ સુધરાઇ ખાતે આવતાં કર્મચારીઓ નવાઇ પામ્યા હતા.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer