ભૂલ વગરની આરસી બુક માટે વિગતો ચોકસાઇપૂર્વક ભરવા વાહન ડીલરોને તાકીદ

ભુજ, તા.20 : આર.સી. બુકમાં આવતી ભૂલો ટાળવા માટે આરટીઓ દ્વારા વાહનોના ડીલરોને વાહનોની બેકલોગ એન્ટ્રી કરતી વખતે ચોકસાઈ રાખવાની તાકીદ કરાઈ છે. પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી દ્વારા કચ્છ જિલ્લાના તમામ વાહન ડીલર્સને જણાવવામાં આવ્યું છે કે વાહનની બેકલોગ એન્ટ્રી સમયે વાહનમાલિકનું નામ, સરનામું, મોબાઈલ નંબર તેમજ પીનકોડ નંબર બરાબર જોઈ ચકાસીને એન્ટ્રી કરવી કે જેથી વાહન માલિકની વાહન આર.સી. બુકમાં ભૂલ થવાની શક્યતા ન રહે તેમજ સ્પીડ પોસ્ટમાં સમયસર ડિલીવરી કરી શકાય. આ ઉપરાંત મોટર વ્હીકલ એક્ટ-1988ની જોગવાઈઓ મુજબ માન્ય સરનામાનો પુરાવો કે આઈડી પ્રૂફ ધરાવતા હોય એમને જ વાહનનું વેચાણ કરી શકાય છે એમ એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer