ભુજ તાલુકા પંચાયતના નવા પ્રમુખ છેવાડાના પ્રશ્નોને વાચા આપશે

ભુજ તાલુકા પંચાયતના નવા  પ્રમુખ છેવાડાના પ્રશ્નોને વાચા આપશે
ભુજ, તા. 19 : આગામી અઢી વર્ષ માટે ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાના અંતિમ દિને ચાર દાવેદારોમાંથી કોંગ્રેસના બે દાવેદારે ફોર્મ પરત ખેંચી લેતાં પ્રમુખપદ માટે ભાજપના હરીશભાઇ?ભંડેરી અને ઉપપ્રમુખ તરીકે પુન: હિતેશ?ખંડોર બિનહરીફ નિશ્ચિત મનાય છે. બિનહરીફ થયેલા તા.પં. અધ્યક્ષ હરીશભાઇએ જણાવ્યું હતું કે, તાલુકાના અધૂરાં રહી ગયેલા વિકાસકામોને તેઓ આગળ ધપાવશે તેમજ છેવાડા-અંતરિયાળ વિસ્તારોના પ્રશ્નો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી તેને વાચા આપશે તેમજ તાલુકા પંચાયતના સદસ્યોને સાથે રાખીને સમસ્યાઓ ઉકેલવાની નેમ શ્રી ભંડેરીએ વ્યક્ત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રવિવારે ભાજપશાસિત તાલુકા પંચાયતોની સત્તા સોંપણીની ચર્ચા માટે ગાંધીનગર ખાતે મળેલી પાર્લામેન્ટરી સમિતિની બેઠકમાં ભુજ તાલુકા પંચાયતના નામો મુદ્દે ગરમી આવી હતી અને આ પંચાયત જ ચર્ચાના કેન્દ્ર સ્થાને રહી હતી જેમાં દાવેદારો અને તરફદારો ખુલ્લીને સામે આવી ગયા હતા. આજે ફોર્મ ભરવાના અંતિમ દિને ભાજપ તરફથી પ્રમુખ?માટે હરીશભાઇ?ભંડેરી અને ઉપપ્રમુખપદ માટે હિતેશભાઇ?ખંડોરના ફોર્મ ભરવા સમયે તાલુકા પંચાયતના તમામ સદસ્યો ઉપરાંત હઠુભા જાડેજા, વલમજી હુંબલ, જયંત માધાપરિયા, જયંતીભાઇ જોધાણી, ધનજીભાઇ?ભુવા (સુખપર) વિગેરે હાજર  રહ્યા હતા. ભુજ તાલુકા પંચાયતના પ્રમુખપદ માટે દાવેદારી નોંધાવનાર રાજેશ?ખુંગલા અને ઉપપ્રમુખ માટે ફોર્મ ભરનાર હાજી જુમ્મા અલીમામદે પોતાના દાવા પરત ખેંચી લેતાં પ્રમુખ?અને ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા આસાન બની હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer