રાષ્ટ્રીય સ્તરની મહેંદી સ્પર્ધામાં ગાંધીધામની યુવતીને સુવર્ણ

રાષ્ટ્રીય સ્તરની મહેંદી સ્પર્ધામાં ગાંધીધામની યુવતીને સુવર્ણ
ગાંધીધામ, તા. 19 : તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની મહેંદી સ્પર્ધામાં ગાંધીધામની યુવતીએ પ્રથમ સ્થાન હાંસલ કરી કચ્છનું ગૌરવ વધાર્યું હતું. ઓલ ઇન્ડિયા હેર એન્ડ બ્યુટી એસોસિયેશન દ્વારા યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની મહેંદી હરીફાઇમાં દેશભરમાંથી 60થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ગાંધીધામની મહિલા અંજના મનોજ હિંગણાએ પ્રથમ સ્થાન સાથે સુવર્ણ ચંદ્રક મેળવી પરિવાર અને મહેશ્વરી સમાજનું ગૌરવ વધાર્યું હતું. આ પૂર્વે જિલ્લા અને રાજ્ય કક્ષાએ પણ યોજાયેલી સ્પર્ધામાં ભાગ લઇ પુરસ્કારો મેળવ્યા છે. એસોસિયેશન દ્વારા રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરી સન્માન કરાયું હતું તેઓ માતા ઝવેરબેન હર્ષદ મેઘાણીની પ્રેરણાથી બે દાયકાથી ગાંધીધામમા પ્રોફેશનલ બ્રાઇડલ મહેંદી ક્ષેત્રે કાર્યરત છે. લગ્ન બાદ સાસરિયા પક્ષ દ્વારા મળતા સહયોગથી સફળતા મેળવી છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer