દાતાઓના સહયોગથી 300 છાત્રોને કિટ અપાઇ

દાતાઓના સહયોગથી 300 છાત્રોને કિટ અપાઇ
ભુજ, તા. 19 : હાલમાં પ્રવેશોત્સવનો માહોલ જામ્યો છે ત્યારે ભુજ-4 સીઆરસીમાં સમાવિષ્ટ હાથીસ્થાન કુમારશાળા, હાથીસ્થાન કન્યાશાળા, શાળા નં. 7, 12, 24, 13, સરસપર વાડી પ્રા. શાળા, આંબેડકરનગરના ધોરણ 1ના બાળકોને શૈક્ષણિક કિટ અપાઇ હતી. આ કિટના દાતા ખરાશંકરભાઇ નાકર માનકૂવાવાળા, ન્યૂરાજભાઇ નાકર (મુંબઇ), કાન્તિભાઇ ગોર, આર.ટી. મહિલા મંડળ, ભગવતીધામના રાજેશભાઇ મારાજ, ડો. કૃતિબેન આચાર્ય, વિજયભાઇ ગોર, જિલ્લા પંચાયત વર્ગ મંડળના પ્રમુખ, જ્યોત્સનાબેન નાકર રહ્યા હતા. આ કાર્યક્રમમાં બાળકો અને શિક્ષકોના કામને બિરદાવવા ભુજ પ્રા. શિક્ષણાધિકારી મહેશભાઇ પરમાર, ભુજ બી.આર.સી. હરિભાઇ સોઢા, રાજ્ય સંઘના પ્રમુખ હરિસિંહભાઇ જાડેજા, ઉપસ્થિત રહ્યા હતા. નાયબ ડી.પી.ઇ.ઓ. નીલેશભાઇ ગોરે જહેમત ઉઠાવી હતી. ઊર્મિલાબેન નાકર, ડો. નરેન્દ્ર અદેપાલ, જિતેન્દ્રભાઇ કાથડ, વિજયભાઇ, નરેશભાઇ સોલંકી, ડુડિયાભાઇ, તેજલબેન ગોર, હિરેનભાઇ તન્ના, રાવલભાઇ, કાશ્મીરાબેન આ તમામ પેટાશાળાઓના શિક્ષકગણ તથા મુખ્ય શિક્ષકોનો સહકાર મળ્યો હતો. તમામ દાતાઓનું મહેશભાઇ દ્વારા સન્માન કરાયું હતું. હરિભાઇ અને હરિસિંહભાઇનું અભિવાદન કરાયું હતું. દાતા માટે મહેનત કરનારા કૃપાબેન નાકરને મહેશભાઇએ અભિનંદન પાઠવ્યા હતા. બી.આર.સી. ટીમમાં એક વધુ સહાય સી.આર.સી. જોડાયાનો રાજીપો હરિભાએ વ્યકત કર્યો હતો. આભારવિધિ ગ્રુપ શાળાના આચાર્યા ઊર્મિલાબેન નાકરે કરી હતી. સમગ્ર આયોજન અને સંચાલન સી.આર.સી. કો- ઓર્ડિનેટર કૃપાબેન નાકરે સંભાળ્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer