કાર માટે નવા નંબરની શ્રેણી :પસંદગીના નંબરોની ઓનલાઇન હરાજી થશે

ભુજ, તા. 19 : આરટીઓ દ્વારા નવી નંબર શ્રેણી જીજે-12 ડીએમ-0001થી 9999  ઈ-ઓક્શનથી ખોલવાની જાહેરાત મોટરસાઈકલ શ્રેણી માટે નહીં પરંતુ એલએમવી-કાર શ્રેણીના વાહનો માટે હોવાની સ્પષ્ટતા કચેરી દ્વારા કરાઈ છે. એલએમવી કાર માટેની આ નંબર શ્રેણી માટે પસંદગીના નંબર મેળવવા માટેના ઈ-ઓક્શનની પ્રક્રિયા માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો તા. 18/6થી 28/6 સુધી, બીડિંગ કરવાનો સમયગાળો તા. 28/6થી તા. 2/7ના બપોરે બે વાગ્યા સુધી અને ઈ-ઓક્શનનું પરિણામ તા. 2/7ના બપોરે બે વાગ્યા બાદ જાહેર કરવામાં આવશે એમ આરટીઓની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer