ભુજમાં નર્સરીમાં જુગાર રમી રહેલા છ ખેલીને ઝડપાયા

ભુજમાં નર્સરીમાં જુગાર રમી  રહેલા છ ખેલીને ઝડપાયા
ભુજ, તા. 17 : શહેરમાં પાટવાડી નાકા બહાર ખારીનદી રહીમનગર રોડ ઉપર આવેલી નર્સરીમાં ધાણીપાસા વડે જુગાર રમી રહેલા છ ઇસમને પોલીસે જિલ્લાસ્તરેથી દરોડો પાડીને રૂા. 6180 સાથે પકડી પાડી તેમની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. આજે સાંજે સ્થાનિક ગુનાશોધક શાખા દ્વારા આ દરોડો પડાયો હતો. જેમાં ભુજના રમજુ અદ્રેમાન જીએજા, સદામ રમજાન સીદી, સમીર હશન આરબ, સતાર રશીદ મેમણ અને લિયાકત રમજાન સુરંગી તથા ઉત્તરપ્રદેશના રહેવાસી મોજમઅલી મોહમદઅલી શેખને જુગાર રમવાના આરોપસર પકડાયા હતા. આ તમામ સામે વિધિવત ગુનો દાખલ કરાવાયો હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer