રાપરમાં જૈન સમાજના તેજસ્વી છાત્રોના બહુમાનનો કાર્યક્રમ યોજાયો

રાપર, તા. 17 : રાપર જૈન સોશિયલ ગ્રુપના ઉપક્રમે ટાઉનહોલ ખાતે ધોરણ 1થી 12 તેમજ બી.કોમ., સી.એ. થયેલા તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું હતું.મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય બાદ સંસ્થાના પ્રમુખ અશોકભાઈ કુબડિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ધોરણ 1થી 12 તેમજ બી.કોમ., સી.એ. થયેલા ઈંગ્લિશ અને ગુજરાતી મીડિયમમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સંસ્થાના સભ્યો દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું. સંસ્થાના સ્થાપક પ્રમુખ મહેન્દ્રભાઈ કચ્છી, પૂર્વ પ્રમુખ જયંતીલાલ દોશી, પૂર્વ પ્રમુખ વિશનજી દોશી, પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્ર કચ્છી, પૂર્વ પ્રમુખ રમણીકલાલ ખંડોર, પૂર્વ પ્રમુખ પ્રવીણચંદ્ર ખંડોર તેમજ વર્તમાન પ્રમુખ અશોક કુબડિયા, ઉપપ્રમુખ ભાવેશ મોરબિયા, મંત્રી વિકાસ ખંડોર, સહમંત્રી કીર્તિ સી. મોરબિયા, ખજાનચી સંદીપ મોરબિયા મંચસ્થ રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન કીર્તિ ચંદુલાલ મોરબિયાએ, આભાવિધિ અશોક કુબડિયાએ કરી હતી. મહેન્દ્રભાઈ કચ્છી, પ્રવીણભાઈ ખંડોર, રમણીકલાલ ખંડોરે સંસ્થાની રૂપરેખા રજૂ કરી હતી. જૈન સોશિયલ ગ્રુપ ફેડરેશનના આઈ.ડી. જયેશભાઈ શાહ, સૌરાષ્ટ્ર રિજિયન ચેરમેન રાજેશભાઈ શાહ, ઝોન કોઓર્ડિનેટર કચ્છ રાજેશભાઈ જૈન, મિતેશભાઈ શાહ અતિથિવિશેષ તરીકે રહ્યા હતા. બી.જે.એસ. સંસ્થાના રાષ્ટ્રીય સંયોજક નિરંજનભાઈ જુવાએ જૈન માઈનોરિટીમાં મળતા લાભો અંગે માર્ગદર્શન પ્રોજેક્ટર દ્વારા વિવિધ મુદ્ઓ ઉપર વિસ્તારથી રજૂ કર્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer