અંજારને સ્વચ્છ બનાવવાની નેમ

અંજારને  સ્વચ્છ બનાવવાની નેમ
અંજાર, તા. 12 : સુધરાઇના સભાખંડમાં પ્રમુખ-ઉપપ્રમુખપદની વરણી માટે પૂર્વ વિભાગના નાયબ કલેકટર અને પ્રાંત અધિકારી વિજયભાઇ રબારીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં સુધરાઇના પ્રમુખ તરીકે રાજેશભાઇ પલણની તેમજ ઉપપ્રમુખપદે ધર્મિષ્ઠાબેન ખાંડેકાની સર્વાનુમતે વરણી કરાઇ હતી. દરમ્યાન નારાજ થયેલા એક મહિલા નગરસેવકે પક્ષમાંથી રાજીનામું ધરી દેતાં સોપો પડી ગયો છે. પ્રારંભમાં ભારે ઉત્કંઠા વચ્ચે પક્ષની મળેલી મિટિંગમાં કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી અને સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઇ હુંબલ પક્ષ દ્વારા લઇ આવેલા મેન્ડેટનું કવર ખોલવામાં આવ્યું હતું. શહેરના હિતમાં વિકાસકામો કરવાની હિમાયત કરી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ગોવિંદભાઇ કોઠારી, પૂર્વ ધારાસભ્ય ગોપાલભાઇ ધુઆ અને પૂર્વ નગરપતિ વસંતભાઇ કોડરાણી પણ પક્ષની મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા. સુધરાઇના પ્રમુખપદે નિયુક્ત થયેલા રાજેશભાઇ પલણ વર્ષ 1995થી પક્ષમાં તેમજ સુધરાઇમાં વિવિધ હોદ્દા પર શહેર ભાજપના પ્રમુખપદે તેમજ સુધરાઇમાં બાંધકામ કમિટી, કારોબારી સમિતિના ચેરમેનપદે અને અનેક કમિટીના હોદ્દેદાર તરીકે રહી ચૂકયા છે. શાક-ફળફળાદિના બહોળા વ્યવસાય સાથે સંકળાયા ઉપરાંત જલારામ મંદિરના ટ્રસ્ટીપદે અને શહેરની અનેક સંસ્થાઓમાં સેવા આપતા રાજેશભાઇએ પ્રમુખપદે વરણી બાદ આ શહેરને વિકાસની નવી દિશા આપવા તેમણે શહેરના હિતમાં સતત કાર્ય કરી સાથી મિત્રો, પક્ષના હોદ્દેદારો સાથે નિષ્ઠાપૂર્વક કામગીરી કરવાનો કોલ આપ્યો હતો. તો ઉપપ્રમુખપદે સર્વાનુમતે વરણી થયેલા ધર્મિષ્ઠાબેન એસ. ખાંડેકા, બ્રહ્મસમાજના આગેવાન અગાઉની ટર્મમાં પ્રમુખપદના દાવેદાર તરીકે છેલ્લી ઘડીએ તેમના બદલે અન્યનું નામ આપવા છતાં પક્ષના નિર્ણયને સર્વમાન્ય ગણી સુધરાઇમાં કરેલી કામગીરીના પરિણામ સ્વરૂપે તેમને ઉપપ્રમુખપદે મળ્યું ત્યારે સંકલન કરી શહેરને સુંદર, સ્વચ્છ અને વિકાસ આપવાની નેમ દર્શાવી હતી.આ પ્રસંગે સુધરાઇમાં પક્ષના હોદ્દેદારો, અગ્રણીઓ, સમાજના હોદ્દેદારોએ ઉપસ્થિત રહીને શુભેચ્છા પાઠવી હતી. સુધરાઇના વિદાય લેતા પ્રમુખ પુષ્પાબેન ટાંક, ઉપનગરપતિ અનિલભાઇ પંડયા, શાસક પક્ષના નેતા ડેનીભાઇ શાહ, પૂર્વ નગરપતિ વસંતભાઇ કોડરાણી, શામજીભાઇ સિંધવ, જયેન્દ્રસિંહ જાડેજા, મહેશભાઇ સોરઠિયા, સુરેશભાઇ ઓઝા, સુરેશભાઇ ટાંક, હંસાબેન ઠક્કર, કલ્પનાબેન શાહ, જયશ્રીબેન ઠક્કર, હેમલતાબેન પોમલ, મયૂરભાઇ સિંધવ, હનિફ કુંભાર, હુશેન કુંભાર, રામજીભાઇ ધેડા, સંગીતાબેન મહેશ્વરી, લોહાણા સમાજના પ્રમુખ હસમુખભાઇ કોડરાણી, નવીનભાઇ ચંદે, મહેન્દ્રભાઇ કોટક, સુરેશભાઇ ઠક્કર, બળવંતભાઇ ઠક્કર વિગેરેએ અભિનંદન આપ્યા હતા. બ્રહ્મસમાજ પ્રમુખ જગદીશભાઇ વ્યાસ, હીરાલાલભાઇ રાજગોર, હર્ષાબેન ત્રિવેદી, વિજયભાઇ રાવલે પણ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે શહેર ભાજપના પ્રમુખ સંજયભાઇ દાવડા, લવજીભાઇ સોરઠિયા, સુધીરસિંહ જાડેજા, પ્રદીપભાઇ ગોહિલ, સહદેવસિંહ જાડેજા, શિક્ષણ સમિતિના ચેરમેન કિશોરભાઇ ખટાઉ ઠક્કર, તેજશ મહેતા, શંભુભાઇ આહીર, આલાભાઇ આહીર વિગેરેએ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી. સુધરાઇના ચીફ ઓફિસર સંજયભાઇ પટેલ, હેડ કલાર્ક ખીમજીભાઇ સિંધવ વિગેરેએ વ્યવસ્થા સંભાળી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer