ઘડુલીમાં હડકાયા કૂતરાએ શાળાએ જતા ત્રણ બાળકને ઘાયલ કર્યા : બે ભુજ ખસેડાયા

ઘડુલીમાં હડકાયા કૂતરાએ  શાળાએ જતા ત્રણ બાળકને  ઘાયલ કર્યા : બે ભુજ ખસેડાયા
ઘડુલી (તા. લખપત), તા. 12 : નાના એવા આ ગામે ગઇકાલે વેકેશન પૂર્ણ થયું અને આજે સવારે દશેક વાગ્યે નાના-બાળકોનું ટોળું બનીઠનીને હરખભેર શાળાએ જઇ રહ્યું હતું ત્યારે જ એકાએક એક હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો અને એકી સાથે ત્રણ બાળક તેની ઝપટે ચડી જતાં રાડારાડ અને ભાગમભાગનાં દ્રશ્યો સર્જાયાં હતાં. હિંસક અને પાગલ બનેલા આ કૂતરાને ગામના જાગૃતોએ મારી નાખ્યો હતો પણ એ પહેલાં ત્રણ બાલકને તે નાની-મોટી ઇજા કરી ચૂકયો હતો. ત્રણ પૈકી બે ઘાયલ બાળકને તાત્કાલિક ભુજ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર ઘડુલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અપાઇ હતી. (તસવીર : ખુશાલ દરજી)

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer