જન્મભૂમિપત્રોનાં લેખિકાને ગુજરાતી સાહિત્ય અકાદમીનાં બે પ્રથમ ઇનામ

જન્મભૂમિપત્રોનાં લેખિકાને ગુજરાતી  સાહિત્ય અકાદમીનાં બે પ્રથમ ઇનામ
મુંબઈ, તા. 12 : ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2016 માટેનાં વિવિધ વિભાગોનાં જાહેર થયેલાં પારિતોષિકોમાં કટારલેખિકા, નવલકથાકાર, કવયિત્રી અને અનુવાદક સોનલ પરીખને બે વિભાગમાં પ્રથમ ઇનામ જાહેર થયાં છે. વિભાગ-1 (નવલકથા)માં `કચ્છમિત્ર' સહિતનાં જન્મભૂમિપત્રોની `મધુવન પૂર્તિ'માં હપ્તાવર પ્રસિદ્ધ થયેલી સોનલ પરીખની નવલકથા `ને સમય જાગ્યા કરે'ને પ્રથમ ઈનામ તથા વિભાગ-11 (અનુવાદ)માં તેમના દ્વારા અનુવાદિત `બા મહાત્માનાં અર્ધાંગિની'ને પણ પ્રથમ ઇનામ જાહેર કરાયું છે. કચ્છમિત્રના વાચકો તેમની કલમથી વાકેફ છે. `તેજસ્વિની'માં `લાઈફલાઈન' ઉપરાંત `મલ્ટિ- પ્લેક્સ'માં `છૂ કર મેરે મન કો' કટાર તેઓ છેલ્લાં કેટલાંક વર્ષોથી નિયમિત લખે છે. આ ઉપરાંત સાંપ્રત વિષયો પર `જન્મભૂમિ પ્રવાસી'માં રિફ્લેકશન તથા કલમ કિતાબમાં પુસ્તકોના વિવેચન ઉપરાંત અન્ય લેખો પણ તેઓ લખે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer