પછાતવર્ગના ઉદ્ધારાર્થે શિક્ષિતો આગળ આવે

પછાતવર્ગના ઉદ્ધારાર્થે શિક્ષિતો આગળ આવે
ભુજ, તા. 12 : સામાજિક અને શૈક્ષણિક સ્તરે પછાત અને કચ્છ જિલ્લામાં ચાર જેટલા વાડાઓમાં વિભાજિત મેઘવાળ સમાજના સર્વાંગી વિકાસ માટે આ સમાજનો શિક્ષિતવર્ગ ચાવીરૂપ ભૂમિકા ભજવી શકે છે તેવું અહીં ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે યોજાયેલા જિલ્લાના અનુ. જાતિ- જનજાતિના સરકારી કર્મચારીઓના સ્નેહમિલનમાં એકસૂર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જિલ્લાના વિવિધ સરકારી, અર્ધસરકારી વિભાગો, નિગમો, બેંકોમાં ફરજ બજાવતા અને નિવૃત્ત પછાતવર્ગના કર્મચારીઓ દ્વારા યોજાયેલા આ સ્નેહમિલનના પ્રારંભે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા આગળ વરિષ્ઠ કર્મચારી અગ્રણી દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે પ્રવીણભાઇ ચાવડાએ સ્નેહમિલન અંગેની પ્રેરણા અને તેનો હેતુ સમજાવ્યો હતો. આ પ્રસંગે નાનજીભાઇ?ભાટીએ પછાવર્ગના આ સમાજના ચારે વાડાઓને એકતાંતણે સંગઠિત કરી તેને શૈક્ષણિક રીતે સદ્ધર કરવા પર ભાર મૂક્યો હતો. ડી.એલ. મહેશ્વરી, નારાણભાઇ?ચાવડા, મહેશભાઇ બગડા, અર્જુનભાઇ?મહેશ્વરી, રામભાઈ મહેશ્વરી, પ્રેમજીભાઈ મગરિયા, હરેશભાઇ?ખરેટ?વગેરેએ મેઘવાળ સમાજને શિક્ષિત, સંગઠિત, સુખી અને સમૃદ્ધ બનાવવા માટે વિચારો વ્યક્ત કર્યા હતા. આ સમાજના નિવૃત્ત અધિકારી વલ્લભભાઇ કટુવાએ સમાજના શિક્ષિતવર્ગનું સંગઠન ઊભું કરી તેને ટકાવવાની નેમ વ્યક્ત કરાતાં આગામી સમયમાં જિલ્લાના મેઘવાળ સમાજના ચારે વાડાઓના શિક્ષિતવર્ગનું જિલ્લા સ્તરનું એક સંગઠન ઊભું કરવા અહીં એકત્ર?થયેલા કર્મચારીગણ પૈકી 12 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓની એક સમિતિનું પણ?ગઠન કરવામાં આવ્યું હતું. જિલ્લાસ્તરે એક આયોજન તળે ચારે વાડાઓનાં સમૂહલગ્ન યોજવા અંગે અભિપ્રાયો વ્યક્ત કરાયા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં સરકારી વિવિધ?ખાતાઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન દિનેશ મારવાડા તેમજ આભારવિધિ કિરણ ગરવાએ કર્યા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer