બિદડામાં જૈન સાધુ-સાધ્વીજી માટે કચ્છમાં પ્રથમવાર ફુલ બોડી ચેકઅપ કેમ્પ યોજાયો

બિદડામાં જૈન સાધુ-સાધ્વીજી માટે કચ્છમાં  પ્રથમવાર ફુલ બોડી ચેકઅપ કેમ્પ યોજાયો
ભુજ, તા. 12 : અખિલ ભારત અચલગચ્છ (વિધિપક્ષ) શ્વે. જૈન સંઘ આયોજિત કચ્છી વીશા ઓસવાળ અચલગચ્છ જૈન સંઘ અમદાવાદના ઉપક્રમે કચ્છમાં વિચરતા દરેક સંપ્રદાયના સાધુ- સાધ્વીજી માટે નવનીત ફાઉન્ડેશન રાયણ (અમદાવાદ-મુંબઇ)ના સહયોગથી બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે ફુલ બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અચલગચ્છાધિપતિ ગુણોદય સાગર સૂરિશ્વરજી મ.સા.ના આશીર્વાદથી યોજાયેલા આ કેમ્પમાં 99 સાધુ-સાધ્વીજીઓની આંખ, દાંત, કાન, નાક, ગળા, ત્રી રોગ, હાડકા રોગ, હૃદય રોગ, પેટ રોગ, ડાયાબિટીશ, થાઇરોઇડ ફીઝીયોથેરાપી, નેચરોપેથી, જનરલ તપાસણી, એકસરે, લેબોરેટરી, સોનાગ્રાફી, એન્ડોસ્કોપી તપાસણી કરવામાં આવી હતી. ક.વી.ઓ. અચલગચ્છ જૈન સંઘના મેનેજિંગ ટ્રસ્ટી ટોકરશીભાઇ શાહે સિમ્સ હોસ્પિટલના ડાયરેકટર ડો. ધીરેનભાઇ શાહ સાથે કેમ્પની ગોઠવણી કરી હતી. અચલગચ્છ, આઠ કોટી મોટી પક્ષ, પાર્શ્વચંદ્રગચ્છ અને અજરામર (લિંબડી સંપ્રદાયના) સાધુ-સાધ્વીજીની બિદડા હોસ્પિટલમાં ચેકીંગ કરવાની વ્યવસ્થા ગોઠવાઇ હતી. સંચાલન સ્થાનિક ટ્રસ્ટી શાંતિભાઇ વીરાએ કર્યું હતું. આ કેમ્પમાં સિમ્સ હોસ્પિટલમાંથી ગેસ્ટ્રોલોજીસ્ટ, ઓન્કોલોજીસ્ટ, યુરોલોજીસ્ટ, ઓર્થોપેડીક સજર્ન, ન્યુરોસ્પાઇન સર્જન, એન્ડોડ્રીનોલોજીસ્ટ, ઇએનટી સર્જન, કાર્ડીઓલોજીસ્ટ, ગાયનેકોલોજીસ્ટ, જ્યારે બિદડા હોસ્પિટલના આઇ સર્જન, ડેન્ટીસ્ટ, મેડીકલ ઓફિસર, ઓકયુનેશનલ થેરાપીસ્ટ, ફીઝીયોથેરાપીસ્ટ અને નેચરોપેથી વિભાગના ડોકટરો અને સ્ટાફે સેવા આપી હતી. જયા રીહેબ સેન્ટરના ડાયરેકટર મુકેશ દોશીએ 45 સાધુ-સાધ્વીજીઓની તપાસણી કરી કયા પ્રકારની કસરતો કરવી તેની સમજણ પૂરી પાડી હતી. બિદડા સર્વોદય ટ્રસ્ટ, યશોધન વર્ધમાન 72 જિનાલય ટ્રસ્ટ અને સિમ્સ હોસ્પિટલ પ્રા. લિ. હોસ્પિટલના ડાયરેકટર ડો. ધીરેનભાઇ શાહ તેમજ તેમની ડોકટરની ટીમનો સહયોગ સાંપડયો હતો. આ કેમ્પ દરમ્યાન નવનીત ફાઉન્ડેશનના મધુબેન છોટુભાઇ શાહ, પાર્શ્વવલ્લભ મોટા યક્ષના પ્રમુખ વીરસેનભાઇ, બિદડા અચલગચ્છના પ્રમુખ હરખચંદ દેઢીયા, ચંદ્રકાંત દેઢીયા, આઠ કોટી મોટી પક્ષના આણંદજી વોરા, સોમતીભાઇ મહેતા તથા છ કોટીના કિશોરભાઇ દેઢીયા વિ.એ મુલાકાત લીધી હતી. અખિલ ભારત અચલગચ્છ વિધિ પક્ષના શ્વે. જૈન સંઘના ઉપપ્રમુખ પ્રવીણભાઇ લોડાયા, વૈયાવચ્છ કમિટીના કન્વીનર જીતુભાઇ વોરા, બિ.સ.ટ્ર.ના ટ્રસ્ટીઓ શરદભાઇ રાંભીઆ, પીયૂષભાઇ સાવલા, મારૂ હોસ્પિટલના ટ્રસ્ટીઓ હિતેશ વીરા, અને લક્ષ્મીચંદ વોરાએ કેમ્પ દરમ્યાન માર્ગદર્શન આપ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer