ઉદ્યોગોના કારણે બાળ મજૂરોનું પ્રમાણ વધુ

ઉદ્યોગોના કારણે બાળ મજૂરોનું પ્રમાણ વધુ
ભુજ, તા. 12 : વિશ્વ બાળ મજૂરી વિરોધી દિને વિવિધ સ્થળે જાગૃતિસભર કાર્યક્રમ યોજાયા હતા. ભુજમાં બાળકો માટેની મફત ફોન સેવા 1098 `ચાઇલ્ડ લાઇન' દ્વારા સ્લમ વિસ્તારના બાળકોએ કલેકટર કચેરીથી રેલી કાઢી હતી. તેને કલેકટર રેમ્યા મોહને પ્રસ્થાન કરાવ્યું હતું. બાદમાં તાલુકા પંચાયત હોલમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમાજ સુરક્ષા અધિકારી ભટ્ટ જયશ્રીબેન, બાળ સુરક્ષા અધિકારી પ્રવીણસિંહ જાડેજા, ચાઇલ્ડ લાઇન કો. ઓર્ડિ. સલીમ સમા, કાઉન્સિલર રામજી સોલંકી, મોહિનીબા ભરતસિંહ, રાજુ રબારી, પ્રેમીલા મારવાડા વિગેરે હાજર રહ્યા હતા. આ હેલ્પલાઈનના માધ્યમથી મુસીબતમાં ફસાયેલા, શોષણનો ભોગ બનેલા મેડિકલ સપોર્ટ, ગુમ થયેલા બાળકો સહિતના બાળકોને તમામ પ્રકારની મદદ અપાય છે. મુંદરા : અહીં મહિલા બાળ વિકાસ મંત્રાલય અને યુસુફ મહેરઅલી સેન્ટર દ્વારા સંચાલિત ચાઇલ્ડ લાઇન પ્રોજેકટ અંતર્ગત વલ્લભ વિદ્યાલય ખાતે કાર્યક્રમ યોજાયો હતો અને બારોઇ પ્રવેશ ગેટથી રેલી નીકળી હતી. જેમાં 120 છાત્રો જોડાયા હતા. લોકોને જાગૃતિ સંદર્ભે પેમ્ફલેટનું વિતરણ કરાયું હતું. જેમાં બંને શાળાના શિક્ષકોએ સહયોગ આપ્યો હતો. મુંદરામાં ઉદ્યોગના કારણે બાળ મજૂરીનું પ્રમાણ વધુ છે. આયોજનમાં ભરતભાઇ, ચેતનભાઇ, દુર્વાસાભાઇએ મદદ કરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer