અંજારના 60 છાત્રોએ વિશિષ્ટ કલાઓ ઉજાગર કરવા સમર કેમ્પમાં ભાગ લીધો

અંજારના 60 છાત્રોએ વિશિષ્ટ કલાઓ  ઉજાગર કરવા સમર કેમ્પમાં ભાગ લીધો
અંજાર, તા. 12 : શહેરના વિદ્યાર્થીઓની વિશિષ્ટ કલાઓને જે.આર. પ્રાયમરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ખુશી નર્સરી સ્કૂલમાં છેલ્લા 36 દિવસથી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું. જેમાં મડવર્ક, વેસ્ટમાંથી બેસ્ટ, ડાન્સ કલાસ, સ્પોકન ઇંગ્લિશ કલાસ, કોમ્પ્યુટર કલાસ વગેરે જેવા વિષયોને આવરી લેવાયા હતા. જેમાં કુલ 60 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સમાપન કાર્યક્રમમાં આચાર્ય રાજુભાઇ મકવાણાએ અને શાળાની વિવિધ પ્રવૃત્તિઓ તેમજ ભવિષ્યમાં થનારા કાર્યક્રમોની માહિતી આપી હતી. અમૃત સરિતા વિદ્યાલયના આચાર્યા રેખાબેન પટેલે સૌને આવકાર્યા હતા. મુખ્ય અતિથિ રાજુભાઇ સોમાયા, હરેશભાઇ ઠક્કર, ડી.વી. હાઇસ્કૂલના એન.કે. ધોરિયા તથા હરિયાણાના દીપક દુલગુચ વગેરેએ આર્થિક સહયોગ આપ્યો હતો. જ્યારે ગિરીશભાઇ ઠક્કરે શાળાની વિવિધ પ્રવૃત્તિઓ માટે એમ્પ્લિફાયર ભેટ આપ્યું હતું. નૃત્ય સ્પર્ધામાં કુલ 10 કૃતિઓ રજૂ થઇ હતી, જેમાં ઘુમર સર્વશ્રેષ્ઠ કૃતિ રહી અને વ્યક્તિગત રીતે પ્રથમ ક્રમાંકે કુ. રચના આર. દુગડિયા, બીજા ક્રમાંકે કુ. પ્રીષા પીઠડિયા અને ત્રીજા ક્રમાંકે નયન કે. માતંગ રહ્યા હતા. બાકી બધા સ્પર્ધકોને સર્ટિફિકેટ અપાયા હતા. નિર્ણાયક પ્રોફેસર રવિભાઈ કોટક, આધ્યાપક શ્રી લોઢાયા સાબિર તથા ગિરીશભાઇ રહ્યા હતા. ત્રણે નિર્ણાયકોએ વિશિષ્ટ ક્લાસિકલ નૃત્ય રજૂ કર્યું હતું. સંચાલન આચાર્ય રાજુભાઇ મકવાણાએ જ્યારે આભારવિધિ સંચાલક અમૃતલાલ મહેશ્વરીએ કર્યા હતા. શિક્ષિકા અનુ મિસ, ઇ. નરેશભાઇ મહેશ્વરી, બ્રિજેશ પટેલ, નરેશ માંગલિયા, ખુશી, માનસી, મંગલભાઇ દુગડિયા, લાલજીભાઇ દુગડિયા, શંકરભાઇ મહેશ્વરીએ સહયોગ આપ્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer