મુંબઈમાં ક.વી.ઓ. સેવા સમાજ અંધેરી દ્વારા સંગીતનો કાર્યક્રમ યોજાયો

મુંબઈમાં ક.વી.ઓ. સેવા સમાજ અંધેરી  દ્વારા સંગીતનો કાર્યક્રમ યોજાયો
મુંબઈ, તા. 12: અંધેરી કચ્છી વીશા ઓસવાળ સેવા સમાજ અને મહિલા પાંખ દ્વારા બી.એમ.સી. સ્કૂલ હોલ, સહાર રોડ, અંધેરી (પૂર્વ) ખાતે નીપા છેડા અને જસ્મીના રાંભિયાના સથવારે મ્યુઝિક હાઉજી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અંધેરીના 450 ભાઈ-બહેનોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમ માટે મીનાબેન ચંદ્રકાંત ગાલા, વેલુબેન વિરમ ગડા તથા કલકીબેન દીપક ગાલાનો સહયોગ રહ્યો હતો. ઈનામો મોક્ષ-કિંજલ રાંભિયા તરફથી આપવામાં આવ્યાં હતાં. આવકાર અને સંચાલન પ્રમુખ ચંદ્રકાંત ગાલાએ, જ્યારે આભારની લાગણી મહિલા પાંખના પ્રમુખ અરુણાબેન છેડાએ વ્યક્ત કરી હતી. કલ્પના સાવલા, સંગીતા શાહ, નીલમ છેડા, અલ્કા ગાલા, ચેતન નંદુ, ભાવેશ સાવલા, જયેશ શાહ, હર્ષા ગોગરી તથા રાજેશ ગડાની સમિતિએ જહેમત ઉઠાવી હતી. આગામી કચ્છ યુવક સંઘ નિર્મિત કચ્છી નાટકના સહયોગ માટે ભરત બાબુભાઈ સાવલા (ડેપા), પોપટભાઈ મોરારજી ગાલા (ભોજાય), ગિરીશ મોરારજી શાહ (બિદડા) તથા મહેશ સુરજી શેઠીઆ (વડાલા)ના નામ જાહેર કરાયાં હતાં.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer