ભુજ લોહાણા બોર્ડિંગ સંચાલિત અંગ્રેજી શાળાનો થયેલો પ્રારંભ

ભુજ લોહાણા બોર્ડિંગ સંચાલિત  અંગ્રેજી શાળાનો થયેલો પ્રારંભ
ભુજ, તા. 12 : અહીંના લોહાણા બોર્ડિંગ સંચાલિત ઇંગ્લિશ મીડીયમ સ્કૂલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કમિટીના અધ્યક્ષ લલિતભાઇ કોટકે વાલીઓ, આગેવાનોનું સ્વાગત કરી શાળાની શૈક્ષણિક તેમજ અન્ય પ્રવૃત્તિઓથી વાકેફ કરી વર્ગ ખંડોની મુલાકાત લઇ શિક્ષણ કાર્યની શરૂઆત કરાવી હતી. સમાજના શ્રેષ્ઠીઓ કિરણભાઇ ગણાત્રા (પ્રમુખ ભુજ લોહાણા મહાજન), ઉપપ્રમુખ નવીનભાઇ આઈયા, મંત્રી સતીશભાઇ શેઠિયા, વી.ડી. હાઇસ્કૂલના સ્થાનિક સમિતિના પ્રમુખ કિશોરભાઇ તન્ના એડવોકેટ શંકરભાઇ સચદે, ડો. કનુભાઇ ગણાત્રા, ડો. દમયંતીબેન ગણાત્રા, હિતેશ ગણાત્રા, નીતિનભાઇ ઠક્કર વગેરે આગેવાનો તથા કમિટીના સભ્ય કુ. કુસુમબેન ઠક્કર, પંકજબેન રામાણી તથા સુરેશભાઇ ઠક્કર હાજર રહ્યા હતા. સંસ્થાના મુખ્ય સલાહકાર પ્રવીણભાઇ પૂજારાએ શિક્ષિકાઓ અને વહીવટી સ્ટાફને શાળાના બીજ રોપવાની કામગીરીમાં સામેલ થવા માટે અભિનંદન આપી શાળા વટવૃક્ષ બને તેવી મહેનત કરવા માટે અનુરોધ કર્યો હતો. સંસ્થાના મુંબઇ સ્થિત ટ્રસ્ટીઓ હીરાલાલભાઇ ઠક્કર, મધુકાન્ત ઠક્કર, મગનભાઇ ઠક્કર, વિનય ઠક્કર અને રૂપલબેન ઠક્કરે શુભેચ્છા આપી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer