વાગડના બાળકો માટે સમર કેમ્પ અને કિશોરી જાગૃતિ કાર્યક્રમ કાસ્પ દ્વારા યોજાયા

વાગડના બાળકો માટે સમર કેમ્પ અને  કિશોરી જાગૃતિ કાર્યક્રમ કાસ્પ દ્વારા યોજાયા
રાપર, તા. 12 : વાગડનાં ગોવિંદપર, ખીરઇ, બાદરગઢ, રાપર (કથારધાર), લાકડિયા અને સુવઇના બાળકો માટે કાસ્પ ગુજરાત યુનિટ દ્વારા સમર કેમ્પ યોજાયો હતો. પ્રાયોજિત અને બિનપ્રાયોજિત બાળકો માટે 23 મેથી 11 દિવસના કેમ્પમાં બાળ સર્જનાત્મક પ્રવૃત્તિઓ બાળકોને શીખવાડાઇ હતી, જેમાં વિજ્ઞાન પ્રયોગ દ્વારા અંધશ્રદ્ધા નિવારણ, મુકેશભાઇ ગજ્જર દ્વારા ગ્લાસ પેઇન્ટિંગ, મડ મીરર જીતુભાઇ પેન્ટર દ્વારા, કિશોરભાઇ ચૌહાણ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ અને બાળ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં કાગળકામ, ચિત્રકામ, બાળગીત અને પ્રવૃત્તિઓ કરાવાઇ હતી. કાસ્પ ગુજરાત યુનિટ દ્વારા આર.ઇ.સી.માં 217 બાળકોએ ભાગ લીધો હતો. કાસ્પ સ્ટાફના પ્રેમજીભાઇ લાકડિયા, રામજીભાઇ વાઘેલા, મોહનભાઇ શુક્લા, હરેશભાઇ મહેશ્વરી, શૈલેશભાઇ ચૌધરી, જિતેશભાઇ ભીમ દેવકિયા, વનિતા બેરા, પૂજાબા જાડેજા, ચંપા વાણિયા, નીલાવતી વાણિયા, ગીતાંજલિ દાસે સહયોગ આપ્યો હતો. ઉપરાંત ઇન્ટરનેશનલ મેઝ્યુરેશન હાઇઝીન ડેના વાગડ વિસ્તારમાં બાળ કેન્દ્રી સમાજ વિકાસ જાગૃતિ માટે કાર્યરત કાસ્પ સંસ્થા રાપર અને ખીરઇ, બાદરગઢ દ્વારા 63 જેટલી કિશોરીઓ માટે આ કાર્યશાળા યોજી હતી જેમાં કિશોરીઓને આરોગ્ય જાગૃતિની માહિતી રાપરથી ટી.એચ.ઓ. ડો. પોલ, હેલ્થ સુપરવાઇઝર કંચનબેન તુવારિયા, ગીતાબેન ગુંસાઇ, તારાબા જાડેજા, આશાવર્કર, કાસ્પના વનિતા બેરા, પૂજાબા જાડેજા, રામજીભાઇ વાઘેલા, મોહનભાઇ શુક્લા, ગીતાંજલિ દાસે સહયોગ આપ્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer