તરુણ વિકાસ શિબિરમાં કેરા પંથકના દશ ગામના 88 તરુણે લાભ ઉઠાવ્યો

તરુણ વિકાસ શિબિરમાં કેરા પંથકના દશ ગામના 88 તરુણે લાભ ઉઠાવ્યો
કેરા (તા. ભુજ), તા. 12 : સામજિક ઉત્તરદાયિત્વ નિભાવવાના ભાગરૂપે ગજોડ સ્થિત એક્સેલ ક્રોપ કેર કંપનીએ તાજેતરમાં તરુણ વિકાસ શિબિર યોજી વ્યક્તિત્વ ઘડતરની પ્રવૃત્તિઓ કરાવી હતી. દશ ગામોના 88 તરુણ જોડાયા હતા. કેરા, ગજોડ, ટપ્પર, નારાણપર, ભારાપર, સૂરજપર, સેડાતા, બળદિયા, બેરાજા સહિતના ગામોના ધો. 9થી 12માં અભ્યાસ કરતા તરુણોએ યૌવન માંડે પાંખ..કાર્યક્રમમાં સાંસ્કૃતિક રજૂઆતો કરી હતી. લેવા પટેલ આંગણવાડીમાં યોજાયેલા કાર્યક્રમનો પ્રારંભ એક્સેલના મેનેજર વિરેન શાહ અને એરિયા મેનેજર નિખિલભાઈ જોશીએ દીપ પ્રાગટયથી કરાવ્યો હતો. કંપની દ્વારા પ્રમાણપત્ર અને પ્રોત્સાહક ઈનામો આપાયા હતા. એક્સેલના કમલેશ નાથાણીના સંકલન તળે સામાજિક, દેશભક્તિ, સાંસ્કૃતિક અને બોધપ્રેરક રજૂઆતો થઈ હતી. કાર્યક્રમનું શબ્દ સંકલન તરુણોએ કરી શક્તિ દર્શાવી હતી. સરપંચ દિનેશ મહેશ્વરી, રવજી કેરાઈ, ઉપસરપંચ દિનેશ હાલાઈ, પૂર્વ સરપંચ જશોદાબેન હાલાઈ, રવજી કેરાઈ, ગજોડના ઉપસરપંચ સુરૂભા જાડેજા, લાલજી પટેલ, પંચાયત સભ્ય ગિરિરાજસિંહ જાડેજા, સુલતાનજી જાડેજા, પ્રેમસંગજી જાડેજા, યુવરાજસિંહ જાડેજા, રસિક પાંચાણી સહિતનાએ ઉપસ્થિત રહી કંપનીના કાર્યને બિરદાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રતિ વર્ષ આવા આયોજનો કંપની કરે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer