ધાર્મિક મેળાવડા સંસ્કાર સિંચનના કેન્દ્ર

ધાર્મિક મેળાવડા   સંસ્કાર સિંચનના કેન્દ્ર
ભુજ, તા. 12 : કચ્છી રાજગોર હિંગલાજ યુવક મંડળ દ્વારા સમસ્ત રાજગોર નાકર પાંખડીનો આઠમો સ્નેહમિલન સમારોહ અહીંની આરટીઓ રાજગોર સમાજવાડી ખાતે યોજાયો હતો. પ્રારંભે દેવ-દેવીઓના પૂજન બાદ વૈશાલીબેન બ્રિજેશ દંપતી (તેરા), કોમલ હિનેશ દંપતી (તેરા), જિજ્ઞાબેન મુકેશ દંપતી (સુથરી) તથા ઉષાબેન ખુશાલ દંપતી (સુથરી)ના યજમાન પદે  હોમાત્મક યજ્ઞમાં નાળિયેર હોમાયું હતું. મંચસ્થ મહાપ્રસાદના દાતા ઈન્દિરાબેન ન્યુરાજ જેઠાલાલ નાકર (મુંબઈ), ભુજ રાજગોર સમાજના કા. પ્રમુખ તનસુખ જોશી, ઉપપ્રમુખ ચંદ્રકાંત બાવા, ખરાશંકર નાકર, મોહનલાલ નાકર, શાંતિલાલ, ધર્મેન્દ્રભાઈ બાવા, કાંતિલાલ માધવજી, ડો. નૌતમભાઈ ગોર, ડેનીશ નાકર, ડો. નિનાદ ગોર, શાંતાબેન ગૌરીશંકર, પ્રેમીલાબેન નાકરની સાથે નાકર પાંખડીના કુળદેવી હિંગલાજ માતાજીના કચ્છભરમાં આવેલા મંદિરોના સેવાદાર ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત અગ્રણીઓએ પ્રાસંગિક પ્રવચનમાં ધાર્મિક મેળાવડાનું માહાત્મ્યની સમજણ આપી હતી. દાતાઓને પાઘડી, શાલ, પુષ્પગુચ્છ, સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માનિત કરાયા હતા. મંડળના પ્રમુખ મયૂર ચંદ્રકાંત બાવાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિપ્રાપ્ત શ્રેયાંશ અનિલ ગોરનું વિશેષ સન્માન કરાયું હતું. આ પ્રસંગે દાતા ચંદ્રકાન્ત સી. ગોર તરફથી માતાજીના તેરા, કોઠારા, ભુજ, સુથરી અને ભદ્રેશ્વર મંદિરમાં મલ્ટિયૂઝ મ્યુઝિક સિસ્ટમની ભેટ અપાઈ હતી. મહેશ બાવા, જે.પી. ગોર વિ. ઉપસ્થિત રહ્યા હતા. રાસ-ગરબાની રમઝટ જામી હતી. મંડળના ઉપપ્રમુખ જિજ્ઞેશભાઈ, કપિલભાઈ, મંત્રી સંદીપભાઈ, ખજાનચી મનીષભાઈ, હિરેનભાઈ, મયૂરભાઈ, આશિષભાઈ, ભાવિકભાઈ, વિશાલભાઈ, મનોજભાઈ, પ્રિયેનભાઈ સહિતના કાર્યકર્તાઓએ આયોજન સંભાળ્યું હતું. કૃપાબેન નાકરે સંચાલન કર્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer