જુલાઇમાં ગાંધીધામ અદાલતમાં રાષ્ટ્રીય લોકઅદાલત યોજાશે

ગાંધીધામ, તા. 12 : ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના માર્ગદર્શન તથા સૂચના અંતર્ગત જુલાઇ મહિનામાં ગાંધીધામની કોર્ટમાં રાષ્ટ્રીય લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંની વિવિધ અદાલતોમાં પડતર દીવાની દાવા તથા ફોજદારી કેસોના સમાધાનકારી નિકાલ અર્થે તા. 30-6ના સવારે 10-30 વાગ્યે ગાંધીધામ કોર્ટ ખાતે પૂર્વ પરામર્શનું આયોજન કરાયું છે. પક્ષકારોએ પોતાના કેસ, દાવાના સુખદ સમાધાન અર્થે પોતે અથવા વકીલ મારફતે હાજર રહેવું તેમજ પી.જી.વી.સી.એલ. રાજકોટ દ્વારા 31-8-2017 કે તે પહેલાં કાયમી ધોરણે બંધ થયેલા ઘર વપરાશ, ખેતીવાડી ગ્રાહકોને મુદલ રકમના 50 ટકા વિલંબિત ચાર્જ, વ્યાજ અને કોર્ટ ફી રૂા. 100 માફ કરાયેલી હોઇ આ યોજનાનો પણ વધુમાં વધુ લાભ લેવા એક યાદીમાં અનુરોધ કરાયો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer