ફીફા પર 33 કેમેરાની નજર રહેશે

ફીફા પર 33 કેમેરાની નજર રહેશે
સોચી, તા. 12 : ફીફા વર્લ્ડકપના 88 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર મુકાબલા રોમાંચક બનાવવા સાથે સટીક ફેંસલા લેવા માટે વીડિયો રેફરલનો ઉપયોગ કરીને 33 કેમેરા તેમજ 15 ક્રીનથી સમગ્ર સ્પર્ધા પર નજર રખાશે. ફીફાની રેફરી સમિતિએ વીડિયો રેફરલ માટે 13 તજજ્ઞોની વીડિયો આસિસ્ટન્ટ રેફરી પ્રણાલી ટીમ બનાવી છે. આ ટીમ 32 ટીમોના તમામ 64 મુકાબલામાં મેચ અધિકારીઓને મદદ કરશે. વીએઆર ટીમ મોસ્કોમાં બનેલા એક સેન્ટ્રલાઇઝડ વીડિયો ઓપરેશન રૂમમાં બેસીને નજર રાખશે. જો કે સહાયક વીડિયો રેફરી કોઇ ફેંસલો લેશે નહીં પરંતુ ફેંસલા લેવામાં રેફરીની મદદ કરશે. દરેક મુકાબલા માટે ચાર સહાયક વીડિયો રેફરી રહેશે. નોકઆઉટ મુકાબલાઓ માટે દરેક ગોલ પોસ્ટ પાછળ બે વધારાના અલ્ટ્રા સ્લો મોશન કેમેરા લગાવાશે.આ કેમેરાનો ઉપયોગ ખાસ કરીને વાસ્તવિક પરિસ્થિતિ જાણવા માટે કરાશે. હકીકતમાં 2010ના ફીફા વિશ્વકપમાં વીએઆરની માંગ ઊઠી હતી. તે વખતે કવાર્ટર ફાઇનલમાં ઇંગ્લેન્ડની ટીમ જર્મની સામે હારી ગઇ હતી. ઇંગ્લેન્ડના ફ્રેંક લેપર્ડે દડો જમીનના ગોલ પોસ્ટમાં મોકલી દીધો હતો પરંતુ રેફરીએ તેને ગોલ નહોતો આપ્યો. ફૂટબોલપ્રેમીઓએ ફેંસલા સામે સવાલ ઉઠાવતાં જણાવ્યું હતું કે, વીડિયો પ્રૂફ?જેવી કોઇ ટેકનિકનો ઉપયોગ થયો હોત તો આ મેચનું પરિણામ અલગ જ આવ્યું હોત.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer